Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu & Kashmir માં ભયાવહ અકસ્માત; યાત્રિકોથી ભરેલી બસ ખીણમાં ખાબકી

Jammu & Kashmir માંથી હવે અકસ્માતની ભયાવહ ઘટના સામે આવી છે. Jammu & Kashmir ના ડોડા જિલ્લામાંથી હવે બસ લપસીને 200 મીટર ઉંડી ખીણમાં પડી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મળતી માહિતીના અનુસાર 2 લોકોના મોત...
07:04 PM Jul 13, 2024 IST | Harsh Bhatt

Jammu & Kashmir માંથી હવે અકસ્માતની ભયાવહ ઘટના સામે આવી છે. Jammu & Kashmir ના ડોડા જિલ્લામાંથી હવે બસ લપસીને 200 મીટર ઉંડી ખીણમાં પડી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મળતી માહિતીના અનુસાર 2 લોકોના મોત થયા છે. વધુમાં આ ઘટનામાં કુલ 26 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલોના અનુસાર ઇજાગ્રસ્તોમાંથી કુલ 9 લોકોની હાલત ગંભીર માનવામાં આવે છે. ગંભીર અવસ્થામાં રહેલા લોકોને હાલ ડોડા રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં 2 ના મોત, 9 ની હાલત ગંભીર

Jammu & Kashmir ના ડોડા જિલ્લામાં આ મોટી દુર્ઘટના બની છે. મળતી માહિતીના અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 10.30 વાગ્યે થઈ હતી. આ બસ ડોડા જિલ્લાના ભાલેસાથી થાથરી જઈ રહી હતી. પરંતુ તે પહેલા જ આ બસને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 9 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ લોકોને સારવાર માટે જીએમસી (સરકારી મેડિકલ કોલેજ), ડોડામાં રીફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, બસમાં ખામીના કારણે આ અકસ્માત થયો હતો. જોકે ડ્રાઈવરે અકસ્માતને ટાળવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસ રોડ પરથી લપસીને નીચે પડી હતી.

દુર્ઘટના સવારે લગભગ 10.30 વાગ્યે થઈ

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોની હાલ સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના સવારે લગભગ 10.30 વાગ્યે થઈ હતી. આ બસ ડોડા જિલ્લાના ભાલેસાથી શરૂ થઈ હતી. જે થાથરી જવાનો હતો, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો. 9 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ લોકોને સારવાર માટે જીએમસી (સરકારી મેડિકલ કોલેજ), ડોડામાં રીફર કરવામાં આવ્યા છે. ડોડાના ડીસી હરવિન્દર સિંહના જણાવ્યા અનુસાર બસમાં ખામીના કારણે આ અકસ્માત થયો હતો. ડ્રાઈવરે અકસ્માતને ટાળવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસ રોડ પરથી લપસીને નીચે પડી હતી. વધુમાં ગુજરાતના સાપુતારામાં પણ બસ ખીણમાં ખાબકી હતી.

આ પણ વાંચો : Assembly By Polls Result 2024: અયોધ્યા બાદ બદ્રીનાથ માં પણ ભાજપની હાર? જુઓ પેટા ચૂંટણીના પરિણામ

Tags :
bus accidentdodafatal accidentGujarat FirstJammu-Kashmirroad accident
Next Article