Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રાહકે AMAZON પરથી મંગાવ્યું કંટ્રોલર અને નીકળ્યો કોબ્રા અને પછી..

SNAKE FOUND IN AMAZON PARCEL : આપણે ઘણી વખત એવા કિસ્સા સાંભળ્યા છે કે કોઈએ ઓનાઇન ઓર્ડર કર્યું હોય અને તેને પોતે ઓર્ડર કરેલી વસ્તુ કરતાં કઇંક અલગ વસ્તુ આવી જાય. પરંતુ આજે જે કિસ્સા વિશે તમને જણાવવા જઈ રહ્યા...
ગ્રાહકે amazon પરથી મંગાવ્યું કંટ્રોલર અને નીકળ્યો કોબ્રા અને પછી

SNAKE FOUND IN AMAZON PARCEL : આપણે ઘણી વખત એવા કિસ્સા સાંભળ્યા છે કે કોઈએ ઓનાઇન ઓર્ડર કર્યું હોય અને તેને પોતે ઓર્ડર કરેલી વસ્તુ કરતાં કઇંક અલગ વસ્તુ આવી જાય. પરંતુ આજે જે કિસ્સા વિશે તમને જણાવવા જઈ રહ્યા છે, તેને સાંભળીને રુવાંડા ઊભા થશે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેના અનુસાર, કોઈ ગ્રાહકે ઓનલાઈન એમેઝોન ઉપરથી ખરીદી કરી હતી પરંતુ જ્યારે બોક્સ ઘરે આવ્યું તો તેમાંથી મંગાવેલી વસ્તુની જગ્યા ઉપર કોબ્રા સાપ નીકળ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

બોક્સમાંથી નીકળ્યો કોબ્રા

સમગ્ર બાબત એમ છે કે, બેંગલુરુના એક દંપતીએ ઓનલાઈન AMAZON ઉપરથી ખરીદી કરી હતી.તેમણે પોતાનું પાર્સલ ખોલ્યું અને તેમાંથી એક કોબ્રા સાપ નીકળ્યો, જેને જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.તેમણે ગમે તેમ રીતે બોક્સ પાછું બંધ કરીને બોક્સને પોતાનાથી દૂર કર્યું હતું અને ત્યાર બાદ કંપનીને ફરિયાદ કરી. કંપનીના લોકોને આ મામલાની જાણ થતાં જ આશ્ચર્ય થયું અને વીડિયો જોયો.

Advertisement

ગ્રાહકે આપ્યો હતો એક્સબોક્સ કંટ્રોલરનો ઓર્ડર

ઓર્ડર મંગાવનાર ગ્રાહકે કહ્યું હતુ કે, તેણે એમેઝોન ઓનલાઈન શોપિંગ એપ પરથી એક્સબોક્સ કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે ઓર્ડર બોક્સ આવ્યો અને તેણે તેને ખોલવાનું શરૂ કર્યું તો તેની અંદરથી એક કોબ્રા સાપ બહાર આવ્યો. આ જોઈને તેની પત્ની ડરી ગઈ, કારણ કે સાપ પેકેજિંગ ટેપમાં ચોંટી ગયો હતો, તેથી તે ડંખ મારી શક્યો નહીં.પીડિત દંપતીએ કહ્યું કે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સંપૂર્ણ વિગતો સાથે વીડિયો પોસ્ટ કર્યો છે.

AMAZON એ આપ્યો આ જવાબ

Advertisement

આ ઘટના બન્યા બાદ સોશિયલ મીડિયામાં આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ બાબત અંગે કંપનીએ જવાબ આપતા કહ્યું હતું કે, AMAZON તરફથી મળેલા ઓર્ડર અંગે તમને જે અસુવિધાનો સામનો કરવો પડ્યો તે અંગે જાણીને દુઃખ થાય છે. કંપની આ મામલે તપાસ કરશે.

આ પણ વાંચો : શું આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ આપશે જામીન?

Tags :
Advertisement

.