જયપુરથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહેલા 8 લોકોના મોત
Rajasthan : રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના દુઃખદ મોતના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બધા લોકો જયપુરથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા.
માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત
મળતી માહિતી અનુસાર, જયપુરના ડુડુમાં ટાયર ફાટવાને કારણે એક રોડ બસે કાબુ ગુમાવ્યો અને એક કારને ટક્કર મારી દીધી હતી. આના કારણે 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં 8 લોકોના મોત થયા હતા. આ ઘટના જયપુર-અજમેર હાઇવે પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કારમાં સવાર બધા લોકો મહાકુંભમાં જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, રોડવેઝ બસ જયપુરથી અજમેર જઈ રહી હતી. આ બસની નજીક બીજી લેનમાં ઇકો કાર દોડી રહી હતી. દરમિયાન, અચાનક રોડવેઝ બસનું ટાયર ફાટ્યું અને રોડવેઝ બસ ઇકો કારમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલી કારના ટુકડા થઈ ગયા હતા. એસપી આનંદ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, રોડવેઝ બસ જયપુરથી અજમેર જઈ રહી હતી અને એક ઇકો કાર અજમેરથી જયપુર તરફ આવી રહી હતી. દરમિયાન, અચાનક રોડવેઝ બસનું ટાયર ફાટ્યું. આ કારણે બસ નિયંત્રણ બહાર ગઈ, તે ડિવાઈડર ઓળંગી ગઈ અને બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ.
Jaipur, Rajasthan: A horrific road accident occurred, when a car collided with a roadways bus. The car, which had a tyre burst, jumped the divider and crashed into the bus. 8 people traveling in the car lost their lives pic.twitter.com/cV01JGe2iv
— IANS (@ians_india) February 6, 2025
મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા
આ અકસ્માતમાં ઇકો કાર ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. જેના કારણે કારની અંદર બેઠેલા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. કારમાં સવાર બધા લોકો ભીલવાડાના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, ભીલવાડા જિલ્લાના કોટડી વિસ્તારમાં રહેતા તમામ લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે ભીલવાડાથી પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) જઈ રહ્યા હતા. મૃતકોની ઓળખ મદનલાલ રેગરના પુત્ર દિનેશ કુમાર, મદન મેવારાના પુત્ર બબલુ મેવારા, જાનકી લાલના પુત્ર કિશન, મદનલાલના પુત્ર રવિકાંત, મદનલાલના પુત્ર બાબુ રેગર, નારાયણ નિવાસી બાદલિયાસ (ભીલવારા) અને પ્રમોદ સુથાર નિવાસી મૂળચંદ નિવાસી મુકુંદપુરિયા (ભીલવારા) તરીકે થઈ છે. જોકે, એક મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ નથી.
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું ?
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ, ઇસાક ખાન અને પ્રહલાદે જણાવ્યું હતું કે, ટાયર ફાટ્યા પછી, બસ ડિવાઇડર ઓળંગી ગઈ. આ બસ જોધપુર ડેપોથી જયપુર તરફ આવી રહી હતી. અચાનક બસનું આગળનું ટાયર ફાટ્યું, જેના કારણે બસ ડિવાઇડર ઓળંગીને બીજી તરફ ગઈ. આ અકસ્માત બાદ કારમાં ફસાયેલા મૃતદેહોને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર ભીલવાડા પહોંચતા જ અહીં શોકનો માહોલ છવાઈ ગયો.
આ પણ વાંચો : મહાકુંભમાં શાહી સ્નાન અને અમૃત સ્નાન વચ્ચે શું તફાવત છે?