Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે 31ના મોત,કેન્દ્રએ જાહેર કરી સહાય

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ મહિનાની શરૂઆતમાં ત્રાટકેલા ચક્રવાતી તોફાન મિચોંગે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું હતું. લોકો હજુ સુધી આ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી....
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે 31ના મોત કેન્દ્રએ જાહેર કરી સહાય

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ મહિનાની શરૂઆતમાં ત્રાટકેલા ચક્રવાતી તોફાન મિચોંગે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું હતું. લોકો હજુ સુધી આ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી. વળી આ દરમિયાન ભારે વરસાદ થતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને કારણે તમિલનાડુના ચાર જિલ્લામાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે.

Advertisement

નાણામંત્રી સીતારમણે શું  કહ્યું ?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે કેન્દ્ર તમિલનાડુના લોકોને સતત મદદ કરી રહ્યું છે. કેન્દ્રએ આ નાણાકીય વર્ષમાં બે હપ્તામાં રાજ્યને રૂ. 900 કરોડની સહાય કરી છે. . નાણામંત્રી સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રમાં ત્રણ ડોપ્લર સહિત અત્યાધુનિક સાધનો છે. મહત્વનું છે કે 12 ડિસેમ્બરે જ આગાહી કરી હતી કે 17 ડિસેમ્બરે ચાર જિલ્લાઓ તેનકાસી, કન્યાકુમારી, તિરુનેલવેલી અને તુતીકોરીનમાં ભારે વરસાદ થશે. સાથે સાથે તેમણે સીએમ સ્ટાલિન પર પણ કટાક્ષ કર્યો કે તમિલનાડુમાં આવા સમયે સીએમ એમ.કે સ્ટાલિન ઇન્ડિયા ગઠબંધનના સાથે દિલ્હીમાં હાજર હતા.

Advertisement

જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના દાવા ઝડપી નિકાલ લવાશે

Advertisement

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે ચક્રવાત મિચોંગથી પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય વીમા કંપનીઓ દ્વારા દાવાઓના ઝડપી પતાવટ માટે ચેન્નાઈમાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે વધુ પડતા વરસાદ અને પૂરથી પ્રભાવિત તમિલનાડુના ચાર જિલ્લાઓમાં સમાન પ્રયાસો કરવામાં આવશે. મિચોંગ ચક્રવાતને પગલે, ચાર જિલ્લાઓ તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકસીમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમણે કહ્યું કે આ જિલ્લાઓમાં પાણી ઓછુ થયા બાદ વીમા કંપનીઓ દ્વારા પૂરને કારણે દાવાઓના નિકાલ માટે વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવશે.

આ  પણ  વાંચો -સસ્પેન્ડ સાંસદો પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના શાબ્દિક પ્રહાર, કહ્યું- કેટલાક સાસંદોએ ખુદ..!

Tags :
Advertisement

.