ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

1984 Sikh Riots: સજ્જન કુમાર દોષી જાહેર, 18 ફેબ્રુઆરીએ સજા અંગે ચર્ચા

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટેનો મોટો  ચુકાદો કોંગ્રેસના નેતા સજ્જન કુમાર દોષિત ઠેરવ્યા શીખ વિરોધી રમખાણો હત્યા  કેસ મામલો   1984 Sikh Riots:૧૯૮૪ના શીખ રમખાણો કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના નેતા સજ્જન કુમાર(Sajjan Kumar)ને દોષિત ઠેરવ્યા છે. હવે સજા...
03:19 PM Feb 12, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Sajjan Kumar

 

1984 Sikh Riots:૧૯૮૪ના શીખ રમખાણો કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના નેતા સજ્જન કુમાર(Sajjan Kumar)ને દોષિત ઠેરવ્યા છે. હવે સજા પર ચર્ચા 18 ફેબ્રુઆરીએ થશે. ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા હતા. ૧ નવેમ્બર ૧૯૮૪ના રોજ સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી.

 

સજ્જન કુમાર પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ

૧ નવેમ્બર ૧૯૮૪ના રોજ, સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યાની વચ્ચે, તોફાનીઓના ટોળાએ પીડિતોના ઘર પર લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કર્યો. ફરિયાદીઓના જણાવ્યા મુજબ, ટોળાનું નેતૃત્વ તત્કાલીન કોંગ્રેસના સાંસદ સજ્જન કુમાર કરી રહ્યા હતા, જે તે સમયે બાહ્ય દિલ્હી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે સજ્જન કુમારે ટોળાને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા, જેના પગલે બંને શીખોને તેમના ઘરમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટોળાએ ઘરમાં તોડફોડ, લૂંટફાટ અને આગ લગાવી દીધી.

આ પણ  વાંચો-Ahmedabad : યુટ્યૂબર સમય રૈનાનો વાહિયાત શૉ અમદાવાદમાં રદ્દ

સજા પર ચર્ચા 18 ફેબ્રુઆરીએ થશે

સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા અને સજા પર દલીલો માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી. સજા સંભળાવવા માટે સજ્જન કુમારને તિહાર જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ હત્યા કેસમાં, પંજાબી બાગ પોલીસ સ્ટેશને શરૂઆતમાં કેસ નોંધ્યો હતો, પરંતુ બાદમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) એ તપાસ હાથ ધરી હતી. ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ, કોર્ટે આ કેસમાં કુમાર વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા અને તેમની સામે "પ્રાથમિક દ્રષ્ટિએ" કેસ હોવાનું જણાયું હતું. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે ઘાતક શસ્ત્રોથી સજ્જ એક મોટા ટોળાએ શીખોની સંપત્તિનો મોટા પાયે લૂંટફાટ, આગચંપી અને નાશ કર્યો હતો. આ મામલે જસવંત સિંહની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ  વાંચો-New Income Tax Bill: હવે ફક્ત 'Tax yers', નવા આવકવેરા કાયદા વિશે જાણો 10 મોટી વાતો

દિલ્હી કેન્ટ હિંસા કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ ફરિયાદીઓ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના આધારે, ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી હતી. સજ્જન કુમાર દિલ્હી કેન્ટ હિંસા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. દિલ્હી કેન્ટ કેસમાં નીચલી કોર્ટના નિર્ણયને ઉલટાવીને, દિલ્હી હાઈકોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી.

Tags :
84 Sikh riotsargumentsconvicted in 1984 Sikh riotsDelhi Anti-Sikh RiotsRouse Avenue CourtSajjan KumarSajjan Kumar convictedSikhs