J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઘાયલ, 2 પોલીસકર્મીઓને પણ ગોળી વાગી
- બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર
- એક ભાગી રહેલો આતંકવાદી ઘાયલ થયો
- સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
Bandipora Encounter: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આજે સવારથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે બાંદીપોરા જિલ્લાના કુલનાર બાજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયુ
સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. સુરક્ષા દળોની કાર્યવાહીમાં એક ભાગી રહેલા આતંકવાદીને ઈજા થઈ છે, તેની શોધ ચાલી રહી છે. આ ગોળીબારમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીની સુરક્ષા માટે તૈનાત બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
આ પણ વાંચો : Pakistan ની નાપાક હરકત, LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ
એક ભાગી રહેલો આતંકવાદી ઘાયલ થયો
તેમણે કહ્યું કે આ એન્કાઉન્ટર ગાઢ જંગલોમાં ચાલી રહ્યું છે. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે સુરક્ષા દળોની કાર્યવાહીમાં એક ભાગી રહેલો આતંકવાદી ઘાયલ થયો છે અને તેની શોધ ચાલી રહી છે. આ ગોળીબારમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીની સુરક્ષા માટે તૈનાત બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ચોથુ એન્કાઉન્ટર છે. ગુરુવારે અગાઉ સુરક્ષા દળોએ ઉધમપુરના ડુડુ બસંતગઢમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક હવાલદાર શહીદ થયો હતો.