Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

1 પુરૂષ 11 મહિલાઓ સાથે ઝડપાયો, પોલીસે દરવાજો ખોલ્યો તો ચોંકી ઉઠી

એક ગંભીર ગુના મામલે રાજ્સથાન પોલીસ દ્વારા 11 મહિલાઓની સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. દરેક પ્રકારના આ અપરાધની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
1 પુરૂષ 11 મહિલાઓ સાથે ઝડપાયો  પોલીસે દરવાજો ખોલ્યો તો ચોંકી ઉઠી
Advertisement
  • રાજસ્થાન પોલીસે શરૂ કર્યું ઓપરેશન સાયબર શિલ્ડ
  • અનેક ગુનોગારોને ઝડપી લેવામાં આવ્યા અને કૌભાંડોનો ખુલાસો
  • રાજસ્થાનમાંથી ઓનલાઇન ઠગાઇના તમામ કૌભાંડનો આવશે અંત

જોધપુર : એક ગંભીર ગુના મામલે રાજ્સથાન પોલીસ દ્વારા 11 મહિલાઓની સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. દરેક પ્રકારના આ અપરાધની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. રાજસ્થાન પોલીસની ચારેબાજુ વાહવાહી થઇ રહી છે.

રાજસ્થાન પોલીસ ચલાવી રહી છે ઓપરેશન સાયબર શિલ્ડ

રાજસ્થાનમાં ઓનલાઇન ઠગાઇ અને સાઇબર ઠગાઇની ઘટનાઓને અંજામ આપવનારા આરોપીઓ પર કાર્યવાહી માટે ઓપરેશન સાયબર શિલ્ડ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સતત પ્રદેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોધપુર પોલીસે ટ્રક ડ્રાઇવર સાથે ઠગાઇ કરવાના મામલે 11 મહિલા સહિત એક આરોપીની ધપકડ કરી છે. તેમની પાસે આશરે 1 લાખ રૂપિયા રોકડા, 50 થી વધારે મોબાઇલ, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિત અન્ય સિમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સંપુર્ણ કાર્યવાહી ભગતાસની પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી.

Advertisement

આ પણ વાંચો : Mahakumbh 2025: અખાડાઓમાં ધાર્મિક ધ્વજ નીચે રાખવામાં આવેલા શસ્ત્રો નાગા સાધુઓની બહાદુરીનું પ્રતીક

Advertisement

ટ્રક ડ્રાઇવર્સ સાથે સર્વિસ કાર્ડ બનાવવાના નામે ઠગાઇ

આ લોકો ટ્રક ડ્રાઇવરને સર્વિસ કાર્ડ બનાવવાના નામે પોતાની જાળમાં ફસાવતા હતા. તેમને કહેવામાં આવતું હતું કે, આ કાર્ડ બનાવી લો પછી સમગ્ર દેશમાં ફ્રી સર્વિસની લાલચ આપતા હતા. અત્યાર સુધી 7 કરોડ કરતા વધારે રૂપિયાની ઠગાઇ કરી ચુક્યા છે. પોલીસે સમગ્ર ગેંગની પુછપરછ કરી રહી છે. આ અભિયાન અંતર્ગત સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સહિત અન્ય એજન્સીઓ સતત આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી રહી છે. ત્યાર બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

ઠગોને ઝડપી લેવા માટે કડક કાર્યવાહી

આ ઓપરેશન સાયબર શીલ્ડ અંતર્ગત પ્રદેશમાં ઓનલાઇન સટ્ટો એ્સ સંચાલિત કરનારા લોકોની વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઇ ચુકી છે. આજે રાજધાની જયપુરમાં કરધની વિસ્તારમાં પણ લોકોને ઓનલાઇન એપ્સ દ્વારા સટ્ટો રમાડવા મામલે અનેક લોકોને પકડી લીધા છે. મળતી માહિતી અનુસાર જોધપુર પોલીસ ઓપરેશન સાયબર શિલ્ડ અંતર્ગત અનેક સાયબર ગુનાઓને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સંદર્ભે આ ઠગોનીઓળખ થઇ છે. આ લોકો ફ્રી કાર સર્વિસ આપવાના બહાને લોકોને ઠગવાનું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Surat : મોબાઇલની દુકાનમાં બેઠો હતો શખ્સ, અચાનક થયું એવું કે..! આશ્ચર્ય પમાડે તેવી ઘટના CCTV માં કેદ

Tags :
Advertisement

.

×