કેદારનાથમાંથી કોણ લઇ ગયું રૂ.1500000000 નું સોનું? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીનો ગંભીર આરોપ
Gold Scam In Kedarnath Dham : જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે (Shankaracharya Swami Avimukteshwaranand) કેદારનાથ ધામમાં 228 કિલો (રૂ.1500000000) સોનાના કૌભાંડ (Gold Scam) નો આરોપ લગાવ્યો છે. તેમના આ નિવેદન બાદ રાજકારણ પણ ગરમાયું છે. તેમણે મીડિયા સાથે કેદારનાથ ધામ (Kedarnath Dham) માં 228 કિલો સોનુ ગૂમ થવા અંગે મીડિયા (Media) પર પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે, મીડિયા પણ આ મામલે મૌન છે, તે કોઇ સવાલ ઉઠાવતું નથી. મીડિયા સાથે વાત કરતા પહેલા શંકરાચાર્ય મુંબઈમાં શિવસેના UTB સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો હતો કે 228 કિલો સોનું ગુમ થઈ ગયું છે. જેની તપાસ થવી જોઈએ.
શંકરાચાર્યએ ઉઘાડ્યું સોનાના કૌભાંડનું રહસ્ય
સોમવારે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી છોડ્યા બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે મીડિયા સાથે વાત કરી હતી. મીડિયાએ તેમને પૂછ્યું હતું કે દિલ્હીમાં કેદારનાથ ધામ (Kedarnath Dham) જેવું મંદિર બનાવવાની વાત ચાલી રહી છે. આ અંગે તમારો શું અભિપ્રાય છે? આનો જવાબ આપતાં શંકરાચાર્યએ કહ્યું કે, બાર જ્યોતિર્લિંગની વ્યાખ્યા અને નિયમો છે. તેથી કેદારનાથ ધામ ક્યાંય બનાવી શકાય નહીં. શંકરાચાર્યે કહ્યું કે, શાસ્ત્રોમાં બાર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેદારનાથ ધામ દિલ્હીમાં બનશે તે કહેવું ખોટું છે. રાજનેતાઓ આપણા ધાર્મિક સ્થળે ઘુસી રહ્યા છે. આ ખોટું છે. દરમિયાન તેઓ કેદારનાથ ધામમાં 228 કિલો સોનાના કૌભાંડ વિશે જણાવ્યું હતું. આ અંગે તપાસ કેમ થતી નથી? તેમણે આગળ કહ્યું કે, ત્યાં કૌભાંડ બાદ હવે દિલ્હીમાં કેદારનાથ મંદિર (Kedarnath Temple) નું નિર્માણ થઈ રહ્યું છે. શું બીજું કૌભાંડ તૈયાર થઈ રહ્યું છે? દિલ્હીમાં મંદિર ન બની શકે. શું આ કૌભાંડની તપાસ થશે? શું આ માટે કોઈને જવાબદાર ગણવામાં આવશે?
ખોટું કામ ખોટું જ કહેવાશે : શંકરાચાર્ય
આ દરમિયાન શંકરાચાર્યએ અનંત અંબાણીના લગ્નમાં PM મોદીને મળવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે PM નરેન્દ્ર મોદીએ મને શુભેચ્છા પાઠવી ત્યારે મેં તેમને આશીર્વાદ આપ્યા હતા. અમે તેમના દુશ્મન નથી પરંતુ તેમના શુભચિંતકો છીએ. હા, જ્યારે તેઓ ખોટું કરે છે ત્યારે અમે પણ કહીએ છીએ કે અહીં તમે ભૂલ કરી છે. શંકરાચાર્યએ કહ્યું કે, શાસ્ત્રોમાં લખેલું છે કે સોમનાથ સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતમાં જ થશે. કેદારનાથ હિમાલય પર જ હશે. તેની કોઈ પ્રતિકૃતિ હોઈ શકે નહીં. જો આપણે તેને દિલ્હીમાં બનાવવું હોય તો તે ખોટું છે. કેદારનાથ એક છે અને જ્યાં છે ત્યાં જ રહેશે. શાસ્ત્રોથી અલગ કંઈ હશે તો અમે તેને ખોટું કહીશું.
દગો કરનારા હિંદુ ન હોઈ શકે : શંકરાચાર્ય
આ પહેલા જ્યારે માતોશ્રી નિવાસસ્થાને શંકરાચાર્ય પહોંચ્યા હતા જ્યાથી તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને દગો આપવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રની જનતા આ જાણે છે. લોકો સાથે દગો કરનારા હિંદુ ન હોઈ શકે. વિશ્વાસઘાતના કારણે ઉદ્ધવને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના લોકોએ બતાવ્યું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેની સાથે છે અને તેઓ જાણે છે કે તેમની સાથે દગો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે જે વિશ્વાસઘાત સહન કરે છે તે હિંદુ હશે કારણ કે તેની સાથે દગો કરવામાં આવ્યો છે. દગો કરનાર હિંદુ કેવી રીતે હોઈ શકે? મહારાષ્ટ્રના લોકો માને છે કે ઉદ્ધવ ઠાકરેએ દગો કર્યો છે. સમગ્ર મહારાષ્ટ્રના લોકો તેનાથી પીડાઈ રહ્યા છે.
આ પણ વાંચો - કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી, સામે આવ્યો ખતરનાક Video
આ પણ વાંચો - જ્ઞાનવાપીમાં પૂજા કરવાની ઇચ્છા રાખી રહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોલીસે કર્યા નજરકેદ, ધરણા પર બેઠા