કેપ્ટન અંશુમન સિંહના પત્ની સ્મૃતિ સિંહની હમશકલ Reshma Sebastian શા માટે થઈ ટ્રોલ?
અંશુમન સિંહના પત્નીના જેવા લગતા ઈન્ફ્લુએન્સર રેશ્મા સેબેસ્ટિયન હાલમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. સ્મૃતિ સિંહનો લુક અલાઇક રેશ્મા સેબેસ્ટિયન તેના ઉપર થઈ રહેલા ટ્રોલિંગના કારણે ગુસ્સે થયા છે. તેમણે પોતે પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. ચાલો જાણીએ કે શા માટે સ્મૃતિ સિંહ જેવી લાગતી રેશ્મા શા માટે થઈ રહી છે.
Reshma Sebastian શા માટે થઈ ટ્રોલ?
SOCIAL MEDIA INFLUENCER Reshma Sebastian શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પત્ની સ્મૃતિ સિંહના જેવી દેખાવમાં લાગે છે. તે દેખાવમાં સ્મૃતિના જેવી જ લાગે છે, તેથી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. Reshma Sebastian એ કહ્યું હતું કે - આ ટ્રોલિંગ યોગ્ય નથી. પ્રોફાઇલ વિગતો અને બાયોડેટા વાંચો અને પછી જ ટિપ્પણી કરો કારણ કે આ સ્મૃતિ સિંહનું Instagram એકાઉન્ટ નથી. ઉલ્લેખનીય છે કે, SOCIAL MEDIA INFLUENCER રેશ્મા સેબેસ્ટિયન તેના પતિ સાથે જર્મનીમાં રહે છે.
ટ્રોલર્સ સામે લેવાશે કાયદેસરના પગલાં
Reshma Sebastian એ તેના ફેસબૂક ઉપર એક વ્યક્તિની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેનો ફોટો છે અને તે વ્યક્તિ આર્મી ઓફિસરની પત્ની વિશે પણ કોમેન્ટ કરી રહ્યો છે. જે રીતે સ્મૃતિ સિંહને લગતી ટિપ્પણીઓ તેના વીડિયો પર કરવામાં આવી રહી છે તે વાહિયાત છે. તેના વીડિયોનો ઉપયોગ સ્મૃતિ વિશે ખોટી માહિતી ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આવું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સ્મૃતિ સિંહના પરિવારમાં ચાલી રહેલા વિવાદના કારણે તેની ટ્રોલિંગ થઈ રહી
Reshma Sebastian અહી કહી કહેવા માંગે છે કે, તેની હેર સ્ટાઇલ સ્મૃતિ જેવી જ છે. જેના કારણે ગેરસમજણો થઈ રહી છે. ટ્રોલિંગની પણ એક મર્યાદા હોય છે. સ્મૃતિ બૈધાની તેમની પત્ની કેપ્ટન અંશુમાન સિંહને કીર્તિ ચક્ર પ્રાપ્ત કર્યા બાદ ચર્ચામાં આવી હતી. જે બાદ તે સતત ટ્રોલ થઈ રહી છે. નોંધનીય છે કે, સ્મૃતિ સિંહના પરિવારમાં ચાલી રહેલા વિવાદના કારણે તેની ટ્રોલિંગ થઈ રહી છે. પરંતુ આ બાબતમાં રેશ્મા ટ્રોલ થતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો : Jammu : શાંત રહેલા જમ્મુના હિન્દુ ગામો કેમ આતંકવાદી જૂથોના નિશાને…?