Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BIHAR : પટનામાં સર્જાયો લોહિયાળ અકસ્માત, એક જ પરિવારના 6 લોકોએ ગુમાવ્યો જીવ

BIHAR : બિહારમાંથી હવે ભયાવહ અકસ્માતની ઘટના સામે આવી છે. હ્રદય કંપાવી નાખે તેવી આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હીં નેશનલ હાઈવે પર મંગળવારે સવારે એક સ્કોર્પિયો વાહને રોડની કિનારે પાર્ક કરેલી હિવા ટ્રકને...
bihar   પટનામાં સર્જાયો લોહિયાળ અકસ્માત  એક જ પરિવારના 6 લોકોએ ગુમાવ્યો જીવ

BIHAR : બિહારમાંથી હવે ભયાવહ અકસ્માતની ઘટના સામે આવી છે. હ્રદય કંપાવી નાખે તેવી આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હીં નેશનલ હાઈવે પર મંગળવારે સવારે એક સ્કોર્પિયો વાહને રોડની કિનારે પાર્ક કરેલી હિવા ટ્રકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે તેના કારણે સ્કૉર્પિયોના ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતીના અનુસાર, આ અકસ્માત બન્યો તે સમય દરમિયાન કારમાં 11 લોકો સવારી કરી રહ્યા હતા. ભયાવહ અકસ્માતમાં કુલ 06 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. વધુમાં 5 લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા. અકસ્માત બન્યા બાદ સ્થાનિક લોકોની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Advertisement

ઘટના BIHAR ના પટનાના બખ્તિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની

Advertisement

આ દર્દનાક અકસ્માતની ઘટના BIHAR ની રાજધાની પટનાના બખ્તિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં નેશનલ હાઈવે પર મંગળવારે સવારે એક સ્કોર્પિયો વાહને રોડની કિનારે પાર્ક કરેલી હિવા ટ્રકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયો કારના ટુકડા થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે સ્કોર્પિયોમાં કુલ 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી 6 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતીના અનુસાંર, તમામ લોકો બિહારના નવાદા જિલ્લામાંથી સ્કોર્પિયોમાં બેસીને પટનાના બારહ ઉમાનાથ મંદિરમાં ટોન્સર કરાવવા જઈ રહ્યા હતા.

એક જ પરિવારના 6 લોકોના મોત

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ નિર્મલા દેવી (55), કમલા દેવી (55), નીરજ કુમાર (22), પાર્વતી દેવી (65), રિશુ કુમારી (5) અને ફુલવા દેવી (65) તરીકે થઈ છે. પાંચ ઘાયલ હજુ પણ સારવાર હેઠળ છે. પ્રાપ્ત અહેવાલના અનુસાર, પરિવારજનો એક સાથે કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આ ઘટના બની હતી.

Advertisement

આ પણ વાંચો : Tapi: ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત, ઉપરવાસમાં વરસાદના કારણે 21,004 ક્યૂસેક પાણીની આવક

Tags :
Advertisement

.