Election 2024: મતદાન માટે ચૂંટણી કાર્ડ સિવાય ક્યા દસ્તાવેજો માન્ય રહેશે? આ રહી યાદી
Election 2024: ગુજરાતમાં 7 તારીખે મતદાન થવાનું છે. જેને લઈને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચૂંટણી (Election) પંચ દ્વારા એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, કોઈ પણ વ્યક્તિ મતદાન કર્યા વિના રહીં ના જાય. પુરૂષો, મહિલાઓ, યુવાનો, વયોવૃદ્ધ વડિલો, દિવ્યાંગ જનોની સાથે થર્ડ જેન્ડર મતદારો મતદાન કરી શકે તે માટે પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. જે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, અત્યારે મતદાન કરવા માટે જતા લોકોને મૂંઝવણ હોય છે કે, મતદાન કરવા માટે ક્યા ડોક્યુમેન્ટની જરૂર હોય છે? તો ચાલો જાણીએ કે, મતદાન કરવા માટે તમે કયા ડોક્યુમેન્ટ સાથે રાખી શકો છો....
મતદાન મથક પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે
સૌ પ્રથમ તો મતદાન યાદીમાં તમારુ નામ હોવું જરૂરી છે. જો મતદાર યાદીમાં તમારું નામ નથી તો તમે કોઈ પણ સંજોગે મત નહીં આપી શકો. ત્યાર બાદની વાત કરવામાં આવે તો તમામ અસલ ચૂંટણી કાર્ડ અથાવ ઈ-ઈપીઆઈસીની હાર્ડ કોપી હોવી જરૂરી છે. આ સાથે એકવાતનું ખાસ ધ્યાન રાખજો કે, મતદાન મથક પર મોબાઈલ પ્રતિબંધિત છે. જેથી કોઈ પણ સંજોગોમાં તમે મતદાન મથક પર મોબાઈલ લઈને જાઓ છો તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
વહેલી તકે મતદાન કરવા માટે પણ અપીલ
તમને જણાવી દઈએ કે, 7 તારીખે મતદાન યોજાવાનું છે. સવારે 07.00 વાગ્યાથી લઈને સાંજે 06.00 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. તો વહેલી તકે મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. મતદારો પોતાની સાથે યોગ્ય પુરાવા પણ રાખવા પડશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાન કાપલી એ માત્ર જાણકારી માટે છે, તે મતદાન કરવા માટે માન્ય રહેશે નહીં.
મતદાન કરવા જવા માટે આ ડોક્યુમેન્ટ રહેશે માન્ય
ચૂંટણી કાર્ડ
આધાર કાર્ય
મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો વાળી પાસબુક
શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
ડ્રાઇવીંગ લાયસન્સ
પાનકાર્ડ
એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
ભારતીય પાસપોર્ટ
ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ
કેન્દ્ર કે રાજય સરકારી કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
સંસંદ સભ્યો કે, ધારાસભ્યો દ્વારા જાહે કરેલા આખળ પત્રો
ભારત સરકાર દ્વારા આપવામાં આવતા Unique Disability ID Card
નોંધનીય છે કે, ઉપરના ડોક્યુમેન્ટ સાથે રાખીને તમે મતદાન કરવા માટે જઈ શકો છો. આ સાથે ચૂંટણી (Election) પંચ દ્વારા સર્વે લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં સારી એવી ટકાવારીમાં મતદાન થયા તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.