Lalu Prasad Yadav એ એવું તો શું કર્યું કે ચૂંટણી પંચે નોંધી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો...
લોકસભા ચૂંટણી 2024 ના અંતિમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા સમાપ્ત થઇ ગઈ છે. આ દરમિયાન બિહારની 8 સીટો પર મતદાન થયું છે. બિહારના પૂર્વ CM લાલુ યાદવે (Lalu Prasad Yadav) પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ આ અંગે વિવાદ સર્જાયો છે. ભાજપે લાલુ યાદવ (Lalu Prasad Yadav) વિરુદ્ધ ચૂંટણી પાંચમાં ફરિયાદ કરી છે કે, વોટિંગ દરમિયાન લાલુ યાદવ (Lalu Prasad Yadav)ના ગળામાં તેમની પાર્ટીનો દુપટ્ટો બાંધવામાં આવ્યો હતો.
ભાજપે ફરિયાદ પત્રમાં લખ્યું છે કે, આજે 1 જૂનના રોજ સાતમાં અને છેલ્લા તબક્કાની ચૂંટણીના દિવસે RJD ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ CM લાલુ પ્રસાદ (Lalu Prasad Yadav) તેમની પાર્ટી RJD ના ચૂંટણી ચિન્હ પ્રદર્શિત કરતા મતદાન કેન્દ્રમાં આવ્યા હતા. જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 130 ની જોગવાઈઓ દ્વારા પ્રતિબંધિત છે. આ ઉમ્રાંત ચૂંટણી આદર્શ આચારસંહિતાની સૂચનાઓનું પણ સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ કારણોસર લાલુ યાદવ (Lalu Prasad Yadav) સામે સંબંધિત કલમો હેઠળ FIR નોંધવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ.
લાલુની સાથે તેમની પુત્રી અને પત્ની હતા...
આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પોલિંગ બૂથમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે તેમની પુત્રી રોહિણી આચાર્ય અને તેમની પત્ની રાબડી દેવી પણ છે, ભાજપે આ નગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
આ પણ વાંચો : એક્ઝિટ પોલના પરિણામોથી ખુશ PM Modi, કહ્યું શા માટે INDIA Alliance હારી રહ્યું છે
આ પણ વાંચો : Exit Polls : તમામ એક્ઝિટ પોલ વાંચી લો એક ક્લિક પર ..!
આ પણ વાંચો : Patna: પટનામાં ભાજપના સાંસદ રામકૃપાલ યાદવ પર ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ