Vijapur : સી.જે. ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી
લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ટાણે જ પક્ષ પલટો કરી ભાજપ (BJP) નો ખેસ પહેરનારા નેતાને ટિકિટ (Ticket) મળતા પક્ષના જ કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી રહી છે. અમે અહીં કોંગ્રેસ (Congress) નો હાથ છોડી ભાજપ (BJP) માં કેસરિયા કરનારા ડૉ. સી.જે.ચાવડા (Dr. C.J. Chavda) ની વાત કરી રહ્યા છીએ. પ્રાપ્ત માહિતી અનુસાર, વિજાપુર (Vijapur) માં જે પેટા ચૂંટણી (by election) યોજાવાની છે જેને લઇને ભાજપમાંથી ડૉ. સી.જે.ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. ચાવડાને ભાજપ (BJP) દ્વારા ટિકિટ આપ્યા બાદ પક્ષમાં જ ભડકો થયો હોવાનું સામે આવી રહ્યું છે.
વિજાપુર ભાજપમાં ભડકો
રાજ્યમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નજીક આવી રહી છે રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષ પલટો કરી ભાજપ (BJP) માં જોડાવવાનું આજે પણ યથાવત છે. પછી કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય. ત્યારે તેમાં એક નામ કોંગ્રેસ (Congress) ના પૂર્વ દિગ્ગજ નેતા ડૉ. સી.જે. ચાવડા (Dr. C.J. Chavda) નું ઉમેરાઈ ગયું છે. જણાવી દઇએ કે, વિજાપુર વિધાનસભા બેઠક (Vijapur assembly seat) પર પેટા ચૂંટણી (by election) થવા જઈ રહી છે. અહીંથી કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા (MLA Dr. C.J. Chavda) એ રાજીનામું આપ્યું હતુ અને ત્યાર બાદ સી.આર. પાટીલે તેમને વિજાપુર (Vijapur) માં જ ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. સીજે ચાવડાને હવે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જે બાદથી જ ભાજપની અંદર જ ભડકો થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
- મહેસાણાના વિજાપુરમાં ભાજપમાં ભડકો
- સી.જે.ચાવડાને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી
- પૂર્વ તા.પં. પ્રમુખ ગોવિંદભાઇ પટેલે આપ્યું રાજીનામુ
- કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ આપતા નારાજગી
- હજૂ પણ રાજીનામા પડે તેવી સંભાવના
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ આપતા નારાજગી
કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે ડૉ. સી.જે.ચાવડાને ટિકિટ મળવાથી નારાજગી વ્યક્ત કરી છે. કુકરવાડાના ગોવિંદભાઇ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ મળી રહી હોવાના કારણે તેમણે નારાજગી વ્યક્તિ કરી છે. તેટલું જ નહીં આગળ વધુ રાજીનામા પજે તેવી સંભાવના છે.
કોણ છે સી.જે.ચાવડા ?
ડૉ. સી.જે. ચાવડાની કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં ગણતરી થતી હતી. પરંતુ તેઓએ રામ મંદિર શિલાન્યાસને લઈ કોંગ્રેસના નિર્ણય બાદ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યાનું કહ્યુ હતુ. ત્યારબાદ તેમણે કોંગ્રેસનો હાથ છોડવાનો નિર્ણય કર્યો અને ધારાસભ્ય પદથી રાજીનામું આપી દીધું હતું. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1967માં ગાંધીનગર ખાતે થયો હતો. તેમના પિતાનુ નામ જાવાનજી ચાવડા છે. સી જે ચાવડાનુ આખુ નામ ચતુરસિંહ જે. ચાવડા છે. સી જે ચાવડાએ વર્ષ 1974માં બરોડાથી ધોરણ 10 પાસ કર્યું હતું. આ બાદ તેમણે આગળ અભ્યાસ કર્યો અને વર્ષ 1980માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેથી વેટર્નીટી સર્જનની ડિગ્રી મેળવી હતી. તેમણે વર્ષ 1989માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB નો અભ્યાસ પણ કર્યો છે. હાલ તે ગુજરાતના રાજકારણમાં સક્રિય છે.
આ પણ વાંચો - Gujarat BJP Meeting: 26 લોકસભા બેઠકો માટે BJP નું આ કેવુ પ્લાનિંગ ?
આ પણ વાંચો - BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ