Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP : સૌરાષ્ટ્રમાં મહત્વની ત્રણ બેઠકો ઉપર ઉમેદવારમાં વિલંબથી રોજ નવા નામો ચર્ચામાં

BJP GUJJARAT : લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે ભાજપે (BJP) ગુજરાતમાં મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે પણ કોંગ્રેસ હજું પણ મનોમંથન કરી રહી છે. હાલ જે રાજકીય સમીકરણો ચાલી રહ્યા છે તે જોતાં વિવિધ બેઠકો પર...
05:36 PM Mar 21, 2024 IST | Vipul Pandya
GUJARAT BJP

BJP GUJJARAT : લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે ભાજપે (BJP) ગુજરાતમાં મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે પણ કોંગ્રેસ હજું પણ મનોમંથન કરી રહી છે. હાલ જે રાજકીય સમીકરણો ચાલી રહ્યા છે તે જોતાં વિવિધ બેઠકો પર ભાજપ (BJP)માં રોજ નવા નામો ચર્ચાઇ રહ્યા છે.

જૂનાગઢ, અમરેલી અને સુરેદ્રનગરમાં ઉમેદવાર પસંદગીનો પેચ ફસાયો

સુત્રોનુ માનીએ તો સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોમાં ઉમેદવારન મુદ્દે સસ્પેન્સ યથાવત છે. જૂનાગઢ, અમરેલી અને સુરેદ્રનગરમાં ઉમેદવાર પસંદગીનો પેચ ફસાયો છે અને તેથી વર્તમાન સાંસદની રિપીટ થિયરીની શક્યતા પણ વ્યક્ત કરાઇ રહી છે. ભાજપ દ્વારા હાલ આ બેઠકો પર જ્ઞાતિ સમીકરણના આધારે ચહેરો શોધાઇ રહ્યો છે.

જૂનાગઢમાં કોણ દાવેદાર

દિલ્હીમાં આવતીકાલે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડમાં ઉમેદવારોની પસંદગીને આખરી મહોર લાગી શકે છે. જૂનાગઢની બેઠક પર રાજેશ ચુડાસમા વર્તમાન સાંસદ છે. રાજેશ ચુડાસમાના વિકલ્પને લઇ ને અટકળો તેજ બની છે. ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને કે સી રાઠોડનું નામ ચર્ચામાં છે તો કારડિયા રાજપૂત સમાજમાંથી ભગુભાઈ પરમાર, જસાભાઈ બારડના નામ ચાલી રહ્યા છે. કોળી સમાજમાંથી ગીતાબેન માલમ અને દીપાબેન સોલંકીના નામ પણ દાવેદારમાં છે. પુંજાભાઈ વંશ અને વિમલ ચુડાસમા પર ભાજપની વેલકમ નીતિની નજર છે.

અમરેલીમાં કોણ દાવેદાર

ઉપરાંત અમરેલી બેઠકમાં કોંગ્રેસે જેની ઠુંમરને ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે ભાજપના ઉમેદવાર તરીકે ભાવના ગોંડલીયા પ્રબળ દાવેદાર ગણાઇ રહ્યા છે. તો સાથે દિલીપ સંધાણી પરીવારમાં ભાઈ અને પુત્રનું નામ પણ અટકળોમાં ચાલી રહ્યું છે. હિરેન હિરપરાનું નામ પણ અમરેલીના સંભવિત ઉમેદવારમાં છે. સાથે કૌશિક વેકરીયાને પણ ભાજપના દાવેદારમાં ગણાઇ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં મહત્વની ત્રણ બેઠકો ઉમેદવારમાં વિલંબથી રોજ નવા નામો ચર્ચામાં

સુરેદ્રનગરમાં ડો મહેન્દ્ર મુંજપરાને વિરામ નક્કી માની શકાય છે. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે જેથી કોળી સમાજમાંથી નવા ચહેરાની શોધ ચાલી રહી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ પસંદગીમાં નિમિત્ત બન્યા છે. કુંવરજી બાવળીયાને આ બેઠક માટે પહેલેથી ઓફર થયેલી છે પણ બાવળીયાને ગુજરાત છોડવું નથી તેથી જ હવે અહીં ઉમેદવારની શોધ થઇ રહી છે . ભાજપ સુરેન્દ્રનગરમાં સરપ્રાઇઝ આપી શકે છે. સૌરાષ્ટ્રમાં મહત્વની ત્રણ બેઠકો ઉમેદવારમાં વિલંબ થી રોજરોજ નવા નામો ચર્ચામાં આવી રહ્યા છે.

આ પણ વાંધો------- Congress : વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

આ પણ વાંચો------ Banner Politics : બેનર વિવાદમાં આખરે શું કહ્યું રંજનબેન ભટ્ટે ?

આ પણ વાંચો----- VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુની શંકાસ્પદ રોકડ સામે થશે કાર્યવાહી, હેલીપેડ-એરપોર્ટ દેખરેખ હેઠળ

Tags :
AmreliBJPBJP candidatesGujaratGujarat BJPGujarat FirstJunagadhSaurashtraSurendranagar
Next Article