Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress ની બીજી યાદી જાહેર, આ બેઠકો પર બળિયા ટકરાશે

Congress news : લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસે (Congress ) આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસ (Congress)ની બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે જેમાં ગુજરાતની 7 બેઠકો માટે નામ જાહેર કરાયા છે. ગુજરાત ફર્સ્ટે સોમવારે...
06:54 PM Mar 12, 2024 IST | Vipul Pandya
CONGRESS LIST

Congress news : લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસે (Congress ) આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસ (Congress)ની બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે જેમાં ગુજરાતની 7 બેઠકો માટે નામ જાહેર કરાયા છે. ગુજરાત ફર્સ્ટે સોમવારે જે નામો જાહેર કર્યા હતા તે જ નામો આ યાદીમાં છે એટલે કે ગુજરાત ફર્સ્ટે જાહેર કરેલા નામો પર મહોર લાગી છે.

આ ઉમેદવારોને મળી ટિકીટ

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. જે બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરાઇ છે જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે જ્યારે અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ મળી છે જ્યારે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે. વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા છે અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ મળી છે. દમણથી કેતન પટેલને ટિકિટ મળી છે.કચ્છથી નિતિશ લાલલને ટિકીટ આપવામાં આવી છે.

આ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

કોંગ્રેસની આ યાદી બાદ બનાસકાંઠામાં 2 મહિલાઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરીની સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે પોરબંદર સીટ પર પણ ખરાખરીનો જંગ જામશે કારણ કે આ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા ટકરાશે. બારડોલીમાં કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી સામે પ્રભુ વસાવા ચૂંટણી લડશે. અમદાવાદ (પશ્ચિમ)માં કોંગ્રેસના ભરત મકવાણા સામે ભાજપના દિનેશ મકવાણાની લડાઇ થશે. કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નિતીશ લાલન વચ્ચે સ્પર્ધા થશે. દમણ દિવથી કચ્છના કેતન પટેલ સામે લાલુ પટેલની સ્પર્ધા થશે.

ભરતસિંહનો ચૂંટણી લડવાનો ઇન્કાર

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં સિનિયર નેતા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ત્યારે આજે જ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી નહિ લડવા માટેની જાહેરાત ટ્વીટર પર કરવામાં આવી હતી. તેમનો નિર્ણય રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો----- કોંગ્રેસના વધુ એક સિનિયર નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

આ પણ વાંચો-------Lok Sabha Election 2024: કોંગ્રેસનો મોટો નિર્ણય, કમલનાથ અને દિગ્વિજય નહીં લડે લોકસભાની ચૂંટણી

આ પણ વાંચો---- Tapi : કોંગ્રેસ છોડી જનારા નેતાઓ પર MLA ડૉ. તુષાર ચૌધરીનો કટાક્ષ! કહ્યું – શ્રીરામ માટે BJPમાં જવાની શું જરૂર છે..?

Tags :
BJPCongresscongress candidatesGujaratGujarat FirstLok Sabha ElectionsLok Sabha elections 2024
Next Article