Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Lok Sabha : બિનહરીફનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં....

Surat Lok Sabha : સુરત લોકસભા (Surat Lok Sabha) બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માંગ્યો...
03:02 PM Apr 26, 2024 IST | Vipul Pandya
surat seat

Surat Lok Sabha : સુરત લોકસભા (Surat Lok Sabha) બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. અરજીમાં નોટાને ઉમેદવારથી વધુ મત હોય તો ચૂંટણી રદ કરવા માગ કરાઇ હતી. NOTAથી ઓછા મત મળે તો ઉમેદવાર પર 5 વર્ષના પ્રતિબંધની માગ પણ કરાઇ છે.

ચૂંટણી રદ કરવામાં આવે

NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. શિવ ખેરા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં કમિશનને નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે કે જો NOTA ને કોઈપણ ઉમેદવાર કરતા વધુ મત મળે છે, તો તે બેઠક પર યોજાયેલી ચૂંટણી રદ કરવામાં આવે, સાથે નવેસરથી ચૂંટણી યોજવી જોઈએ.

NOTA ને કાલ્પનિક ઉમેદવાર તરીકે જોવું જોઈએ

અરજીમાં એવો નિયમ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે કે જે ઉમેદવારો NOTA દ્વારા ઓછા મત મેળવે છે તેમના પર 5 વર્ષ સુધી તમામ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઉપરાંત, NOTA ને કાલ્પનિક ઉમેદવાર તરીકે જોવું જોઈએ.
CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ શુક્રવારે શિવ ખેડાની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે.

બે તબક્કાના મતદાન પછી અરજી દાખલ

આ અરજી 22 એપ્રિલે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના સંદર્ભમાં કરવામાં આવી છે. વાસ્તવમાં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તેમના ફોર્મમાં સાક્ષીઓના નામ અને સહીઓમાં ભૂલ હતી. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાનમાં હતા. 21 એપ્રિલે 7 અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. માત્ર BSP ઉમેદવાર પ્યારે લાલ ભારતી બાકી હતા, જેમણે સોમવારે 22 એપ્રિલે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. આ રીતે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા

NOTA શું છે

ઉપરોક્તમાંથી કંઈ નહીં (NOTA) એ મતદાન પદ્ધતિમાં તમામ ઉમેદવારો માટે અસંમતિ દર્શાવવા માટે રચાયેલ મતદાન વિકલ્પ છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ વિ. યુનિયન ઓફ ઈન્ડિયાના નિર્ણયમાં 2013ના સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે તેને ભારતમાં ઈવીએમમાં ​​ઉમેરવામાં આવ્યું હતું. જો કે, ભારતમાં, NOTA ને નકારવાનો અધિકાર આપવામાં આવતો નથી. વર્તમાન કાયદા મુજબ, જો NOTA ને વધુ મત મળે છે તો તેના કોઈ કાયદાકીય પરિણામો નથી. આવી સ્થિતિમાં આગામી ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો------ Surat : નિલેશ કુંભાણીથી છેડો ફાડતી કોંગ્રેસ

આ પણ વાંચો----- Navsari : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું શક્તિ પ્રદર્શન

આ પણ વાંચો----- BJP Gujarat: ‘આપ’ને છોડ્યા પછી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ધારણ કરશે કેસરિયો

Tags :
BJPCongressGujaratGujarat Firstloksabha election 2024MUKESH DALALSupreme CourtSurat Lok SabhaSurat Lok Sabha seatuncontested candidate
Next Article