Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harsh Sanghvi : રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા

Harsh Sanghvi : સુરતમાં આજે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi )એ ભારત સંકલ્પ પત્રની માહિતી આપી મોદી કી ગેરેન્ટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું. આ તબક્કે સુરત ભાજપ કાર્યાલય ખાતે...
harsh sanghvi   રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા

Harsh Sanghvi : સુરતમાં આજે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi )એ ભારત સંકલ્પ પત્રની માહિતી આપી મોદી કી ગેરેન્ટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું. આ તબક્કે સુરત ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હર્ષભાઇ સંઘવી (Harsh Sanghvi )એ કહ્યું કે 2024માં દેશના નાગરિકો એ મન બનાવી લીધું છે અને લોકો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા તેમ પણ તેમણે કહ્યું હતું.

Advertisement

રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે હર્ષ ભાઈ સંઘવીએ નિવેદન આપતાં કહ્યું કે 2024માં દેશના નાગરિકો એ મન બનાવી લીધું છે અને લોકો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા. તેઓ આવી રહ્યા છે તો નવું શું કરશે. આની દવા તો દેશના કોઈ પણ તબીબ નહિ બનાવી શકે. તેમણે કહ્યું કે કોગ્રેસમાં ભાગદોડ એ તેમનો આંતરિક વિષય છે પણ કોંગ્રેસ તેના પરિવારને સાચવી શકતી નથી. ભાજપ તમામની પાર્ટી છે. પ્રત્યેક ભારત વાસી મોદીનો પરિવાર છે . નેતા અને કાર્યકર્તા ભાજપ માં એકજ પરિવાર છે.

Advertisement

દેશભરના લોકોના સૂચન પત્રમાં લેવાશે

વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંગે હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ગ્રામ્યથી લઇ શહેરમાં વિકાસ કાર્યો ભાજપ દ્વારા કરાયા છે. મોદી સરકાર એટલે ભારત દેશના નાગરિકો ની સરકાર અને નાગરિકોના વિચારો સંકલ્પ પત્ર 2024માં લેવાશે. દેશભરના લોકોના સૂચન પત્રમાં લેવાશે. રાષ્ટ્રિય પ્રમુખ જે.પી નડ્ડાએ આ અભિયાનની શરુઆત કરાવી હતી અને ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે કાર્યક્રમનું લોંચિંગ કરાયું હતું. આજે સુરત શહેર ખાતે શહેર પ્રમુખ, મેયર ,મહામંત્રી સાથે મળી લોન્ચિંગ કર્યું છે. સુરત શહેરના તમામ બુથમાં પ્રવાસ કરી સમાજ ના અલગ અલગ કર્યક્રમના મધ્યમ થી સૂચનો ભેગા કરાશે. રાજ્ય કક્ષા મધ્યમથી આ સૂચનો રાષ્ટ્રીય કક્ષા એ લઈ જવાશે. તેમણે કહ્યું કે Led રથ ના માધ્યમ થી કામગિરી કરાશે ભાજપ દ્વારા જિલ્લા અને વિધાનસભા ખાતેથી સી એ,પૂર્વ સૈનિક એનજીઓ નો સહયોગ લેવાશે.

Advertisement

લોકો પોતાના વિચારો રજૂ કરી શકશે

તેમણે એમ પણ કહ્યું કે ભાજપની પેજ સમિતિના કાર્યકરોના સૂચન લેવાશે અને ડિજિટલ માધ્યમનો પણ આ વખતે વ્યાપક પ્રમાણનો ઉપયોગ કરાશે. ટેકનોલોજીનો ઉપયોગ થી લોકોને લાભ થશેતેમણે કહ્યું કે હું એક નંબર જાહેર કરવા માંગુ છું અને તે નંબર છે 9090902024 છે. લોકો પોતાના વિચારો રજૂ કરી શકશે મોદીની ગેરંટી એક એવો વાયદો છે જે દેશ ની અંદર ધર્મ સ્થાનો અયોધ્યામાં રામ જી બિરાજમાન , કાશી ડેવલપમેન્ટ, અને કેદાર નાથ બદ્રીનાથ ડેવલપ કરાયા છે. લોકોના આરોગ્યની ચિંતા કરીને વડાપ્રધાને લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે. દેશમાં શૌચાલયો બનાવાયા છે જ્યારે ઉજ્જવલા યોજના આપી છે. હર્ષભાઇએ સંબોધનમાં કહ્યું કે આઝાદીના લડવૈયા એ જે સ્વપ્ન જોયું એ મોદી એ સાકાર કર્યું છે. દેશના ઇતહાસમાં સૌથી મોટા નારી શકતી વંદના કાર્યક્રમ ને બહેનો એ સફળ બનાવ્યો.

આ પણ વાંચો-----CR PATIL : આજે સૌથી વધુ ગુજરાતમાં દરેક પક્ષના નેતાઓ ભાજપમાં બિનશરતી આવવા માગે છે

આ પણ વાંચો----BHARUCH : ભાજપનું ઓપરેશન લોટસ યથાવત,આદિવાસી વિસ્તારમાં ભાજપનો મોટો ખેલ

આ પણ વાંચો---AMRELI : અંબરીશ ડેરનું આજે શકિત પ્રદર્શન, કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાશે

Tags :
Advertisement

.