YS Jagan Mohan Reddy પર રોડ શો દરમિયાન પથ્થરમારો, કપાળ પર પહોંચી ઈજા...
આંધ્રપ્રદેશના વિજયવાડામાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા CM વાયએસ જગન મોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ CM પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વાયએસ જગન મોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy)ને કપાળ પર ઈજા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. 'મેમંથા સિદ્ધમ (અમે બિલકુલ તૈયાર છીએ)' શીર્ષકવાળા ચૂંટણી પ્રચાર દરમિયાન, મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા અને એક પથ્થર તેમની આંખની ઉપરના કપાળ પર વાગ્યો હતો અને તેઓ ઘાયલ થયા હતા.
પથ્થર વાગવાથી ઈજા પહોંચી...
CM કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યારે CM તેમના બસ પ્રવાસ દરમિયાન વિવેકાનંદ સ્કૂલ સેન્ટરમાં ભીડનું અભિવાદન કરી રહ્યા હતા, ત્યારે તેમને પથ્થર ખૂબ જ જોરથી વાગ્યો." અધિકારીઓને શંકા છે કે પથ્થરને ગુલેર વડે મારવામાં આવ્યો છે. પથ્થર ફેંકાયા બાદ બસમાં તેની સાથે ઉભેલા લોકોએ શરૂઆતમાં તેના કપાળને રૂમાલથી લૂછી નાખ્યો હતો. બસની અંદર રહેલા ડૉક્ટરે તરત જ તેને પ્રાથમિક સારવાર આપી. આ ઘટના છતાં CMએ શહેરમાં તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો અને ચાર કલાક પ્રચાર કર્યો હતો.
રેડ્ડી 21-દિવસના પ્રવાસ પર...
YSRCP એ આરોપ લગાવ્યો કે આ "હુમલા" પાછળ TDP (તેલુગુ દેશમ પાર્ટી)નો હાથ છે. રેડ્ડી આ 21 દિવસની બસ પ્રવાસ પર છે. રાજ્યમાં 175 સભ્યોની વિધાનસભા અને 25 લોકસભા બેઠકો માટે ચૂંટણી છે.
TDP પર આરોપ...
કહેવામાં આવી રહ્યું છે કે CM જગન રેડ્ડી વિજયવાડામાં લોકોને શુભેચ્છા પાઠવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરને કારણે CM જગનની ડાબી ભ્રમર પર ઈજા થઈ હતી. CM જગન રેડ્ડીની બાજુમાં રહેલા ધારાસભ્ય વેલ્લમપલ્લીને પણ ડાબી આંખમાં ઈજા થઈ હતી. વિજયવાડા YSRCP નેતાઓ દાવો કરે છે કે આ હુમલા પાછળ TDP જૂથ છે.
આ પણ વાંચો : Madhya Pradesh: 16મી એપ્રિલે કુંડલપુરમાં યોજાશે ઐતિહાસિક આચાર્ય પદ પદારોહણ સમારોહ
આ પણ વાંચો : Megha Engineering and Infrastructure Ltd: CBI એ સૌથી વધુ બોન્ડ ખરીદનાર કંપની ઠેકાણ પર પાડ્યા દરોડો
આ પણ વાંચો : Uttar Pradesh: મૃતદેહ ચિતા પર હતો અને સામે આવી ચોંકાવનારી હકીકત, બોલાવવી પડી પોલીસ