Banaskantha : પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસને કર્યા રામ રામ
Banaskantha Politics : લોકસભાની ચૂંટણી ટાણે દરેક પક્ષમાં નેતાઓ આવાગમન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા (Banaskantha )માં કોંગ્રેસમાં ભંગાણ પડતાં બનાસકાંઠાના રાજકારણ ( Banaskantha Politics )માં ગરમાવો આવી ગયો છે. આ સમાચારથી Banaskantha લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે મુશ્કેલીઓ વધી શકે છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી. રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે.
પીઢ આગેવાને કોંગ્રેસ છોડતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી
બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાને કોંગ્રેસ છોડતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. સમાચાર મળી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. ડી. ડી રાજપૂતે કોંગ્રેસ છોડતાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ડી ડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત
ડી.ડી રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા તથા ડી ડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાન ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી વધી ગઇ છે.
કોંગ્રેસ માટે મુશ્કેલી
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસના સંખ્યાબંધ અગ્રણીઓ અને કાર્યકરો સતત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે અને પેટા ચૂંટણીમાં આ ધારાસભ્યોને ભાજપે ટિકિટ પણ આપી છે. લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી લડવાનો ઇન્કાર પણ કરી દીધો છે જેના કારણે કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી થઇ છે.
આ પણ વાંચો----- પરશોત્તમ રૂપાલાના વિવાદને લઇને ભાજપનું ડેમેજ કન્ટ્રોલ, રોષને શાંત કરવા જયરાજસિહ સક્રિય
આ પણ વાંચો---- Controversy: પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માગ
આ પણ વાંચો---- Gandhinagar : ગાંધીનગર મહાનગરપાલિકા આખરે કોંગ્રેસ મુક્ત
આ પણ વાંચો---- GUJARAT ELECTION: મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે ફેંક્યો ખુલ્લો પડકાર,કહી આ મોટી વાત