Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NRI : સાત સમંદર પારથી ખાસ મતદાન કરવા આવેલા ગુજરાતી...

NRI : લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદાન કરવા માટે ખાસ ગુજરાત આવેલા કેટલાક એનઆરઆઇ (NRI) એ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને લોકશાહીના જતન કરવામાં પોતાની જવાબદારી અદા કરી હતી. એનઆરઆઇ મહિલા અમેરિકાથી મતદાન...
nri   સાત સમંદર પારથી ખાસ મતદાન કરવા આવેલા ગુજરાતી

NRI : લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદાન કરવા માટે ખાસ ગુજરાત આવેલા કેટલાક એનઆરઆઇ (NRI) એ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને લોકશાહીના જતન કરવામાં પોતાની જવાબદારી અદા કરી હતી.

Advertisement

એનઆરઆઇ મહિલા અમેરિકાથી મતદાન કરવા આવી

લોહશાહીનું મહાપર્વ એટલે મતદાનનું પર્વ. મતદાનના આ મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા માટે અમેરિકામાં રહેતા વિદેશી મહિલા પણ અમદાવાદ આવ્યા હતા. તેઓ પોતાના 8 મહિનાના સંતાનને લઇને ભારત આવ્યા હતા. વૈદેહી શાહ નામની આ એનઆરઆઇ મહિલા મત આપવા માટે ખાસ અમદાવાદ આવ્યા હતા અને આજે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. તેઓ એક સપ્તાહમાં અમેરિકા પરત જશે. તેમણે કહ્યું કે મને અમેરિકામાં આઇ એમ ઇન્ડિયન કહેવાથી ગર્વ અનુભવાય છે અને તેથી જ હું ખાસ મતદાન કરવા માટે અમદાવાદ આવી છું અને આજે મે મતદાન કર્યું છે.

Advertisement

દુબઇમાં રહેતો યુવક પણ મતદાન કરવા આવ્યો

ઉપરાંત મુળ સુરેન્દ્રનગરના પણ દુબઇમાં રહેતો યુવક પણ આજે મતદાન કરવા માટે સુરેન્દ્રનગર આવ્યો હતો. સુરેન્દ્રનગરના સહીશ અને હાલ દુબઇ ખાતે રહેતા ચંદ્રેશભાઇ પટેલ પણ ખાસ મતદાન કરવા માટે દુબઇથી સુરેન્દ્રનગર આવ્યા હતા અને મતદાન કરીને ભારતીય હોવાનું ગર્વ અનુભવ્યું હતું. મતદાન કરીને તેઓ આજે સાંજે જ દુબઇ પરત ફરશે. તેમણે ગામના અન્ય લોકોને પણ ખાસ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

Advertisement

આ પણ વાંચો----- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન

આ પણ વાંચો------ Junagadh: લોકશાહીના મહાપર્વનો અનેરો ઉત્સાહ, યુવતીઓ રાસ ગરબા કરતી મતદાન કરવા પહોંચી

આ પણ વાંચો----- પોરબંદર સાંસદ, ગોંડલ ધારાસભ્ય અને અક્ષર મંદિરના સંતોએ મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી

આ પણ વાંચો---- VADODARA : પત્નીના અગ્નિસંસ્કાર પહેલા પતિએ બે દીકરીઓ સાથે કર્યું મતદાન

આ પણ વાંચો----- VADODARA : મતદાન સમયે MLA ના ફેક ન્યુઝ વાયરલ કરનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

.