ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP ઉમેદવારનો ચોંકાવનારો દાવો, બંગાળમાં એડિશનલ SP EVM બદલતા રંગે હાથ ઝડપાયા... Video

BJPના નેતા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળના બિષ્ણુપુરમાં શનિવારે 25 મેના રોજ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન સમાપ્ત થયા બાદ SP CCTV કેમેરા દૂર કરવા અને સ્ટ્રોંગ રૂમમાં EVM બદલવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બિષ્ણુપુર...
04:57 PM May 27, 2024 IST | Dhruv Parmar

BJPના નેતા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળના બિષ્ણુપુરમાં શનિવારે 25 મેના રોજ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન સમાપ્ત થયા બાદ SP CCTV કેમેરા દૂર કરવા અને સ્ટ્રોંગ રૂમમાં EVM બદલવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બિષ્ણુપુર સીટ પરથી BJP ઉમેદવાર સૌમિત્ર ખાન ત્યાં પહોંચ્યા અને તેમને રંગે હાથ પકડી લીધા હતા. BJP નો દાવો છે કે, મમતા બેનર્જીની હાર નિશ્ચિત છે તેથી તે આવું કરી રહી છે.

BJP IT સેલના વડા અમિત માલવિયાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, "એક આઘાતજનક ઘટનામાં બિષ્ણુપુરના એડિશનલ SP CCTV માં EVM સાથે ચેડા કરતા મળી આવ્યા હતા. જ્યારે અમારા ઉમેદવાર સૌમિત્ર ખાન આવ્યા અને તેમને રંગે હાથે પકડ્યા ત્યારે EVM ને હટાવવા અને બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મમતા બેનર્જી ચૂંટણી હારી રહી છે અને તેથી અનૈતિક પદ્ધતિઓનો આશરો લઈ રહી છે.

છૂટાછેડા લીધેલ દંપતી બિષ્ણુપુર સીટ પર લડી રહ્યા છે...

તમને જણાવી દઈએ કે બિષ્ણુપુર લોકસભા સીટ પર રસપ્રદ મુકાબલો છે. અહીં BJP અને તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર છૂટાછેડા પામેલા દંપતી સામસામે છે. બંને ઉમેદવારો અહીં પીવાના પાણી અને જર્જરિત રસ્તાઓની સમસ્યા હલ કરવાનું વચન આપી રહ્યા છે. બિષ્ણુપુર લોકસભા બેઠક પરથી સૌમિત્ર ખાન ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર નસીબ અજમાવી રહ્યા છે અને તેમની છૂટાછેડા લીધેલ પત્ની સુજાતા મંડલ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર નસીબ અજમાવી રહ્યા છે.

સૌમિત્ર ખાન અને તેની પૂર્વ પત્ની સુજાતા મંડલ આમને સામને...

સતત ત્રીજી વખત બિષ્ણુપુરથી ચૂંટણી લડી રહેલા સૌમિત્ર ખાનને 2014 માં 45.5 ટકા વોટ મળ્યા હતા. તેની સરખામણીમાં, છેલ્લી ચૂંટણીમાં તેમણે 46.25 ટકા મતો મેળવ્યા હતા અને તેમના નજીકના હરીફ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારને 78,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ વખતે બિષ્ણુપુર સીટ પર સૌમિત્ર ખાનને તેમની પૂર્વ પત્ની સુજાતા મંડલ સામે ટક્કર છે જે તેમને તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પડકાર આપી રહી છે.

આ પણ વાંચો : Swati Maliwal Assault Case : બિભવ કુમારના વકીલે કોર્ટ સમક્ષ દલીલમાં કૌરવો અને દ્રોપદીનો કર્યો ઉલ્લેખ

આ પણ વાંચો : હોસ્પિટલમાં લાગી આગ, અફરાતફરીનો સર્જાયો માહોલ, બાળકો સહિત તમામ 12 દર્દીઓ…

આ પણ વાંચો : 135 કિમીની ઝડપે ત્રાટક્યું Cyclone Remal

Tags :
Additional SP of Bishnupurbengal loksabha elections 2024CCTVchange evmEVMGujarati NewsIndiaLoksabha Elections 2024Nationalsaumitra khantrying to remove CCTV cameras and change EVMs
Next Article