Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SABARKANTHA : ડેમેજ કંટ્રોલ માટે હિંમતનગર પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી!

SABARKANTHA : ગુજરાતમાં લોકસભાની ચુંટણી દરમ્યાન રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારે ક્ષત્રિયો વિરૂધ્ધ કરેલી ટીપ્પણી બાદ પક્ષના મોવડીઓએ અવાર નવાર માફી માંગી હોવા છતાં ક્ષત્રિયો ટસના મસ થયા નથી અને હઠાગ્રહને આગળ ધરી ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે. જેને...
sabarkantha   ડેમેજ કંટ્રોલ માટે હિંમતનગર પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

SABARKANTHA : ગુજરાતમાં લોકસભાની ચુંટણી દરમ્યાન રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારે ક્ષત્રિયો વિરૂધ્ધ કરેલી ટીપ્પણી બાદ પક્ષના મોવડીઓએ અવાર નવાર માફી માંગી હોવા છતાં ક્ષત્રિયો ટસના મસ થયા નથી અને હઠાગ્રહને આગળ ધરી ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે. જેને લઈને બુધવારે SABARKANTHA ના હિંમતનગરમાં ક્ષત્રિયો વિરોધને શાંત પાડવા આવેલા રાજય ગૃહમંત્રીને બેઠકમાં ઉપસ્થિત કેટલાક ક્ષત્રિય આગેવાનોએ ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાનું જાહેર કરી પાણી અને ભોજન લીધા વિના તેઓ જતા રહયા હતા. તો બીજી તરફ ક્ષત્રિયોને પડદા પાછળ દોરીસંચાર કરી રહયા હોવાનું મનાઈ રહયુ છે.

Advertisement

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બુધવારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં ભાજપના તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન હોવાથી મંત્રી બળવંતસિંહ રાજપુત, પ્રભારી, સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી.ઝાલા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, વિજય પંડયા, સહકારી અગ્રણી જેઠાભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયા બાદ મંચસ્થ મહાનુભાવોએ ભાજપને વિજયી બનાવવા માટે અપીલ કરાયા બાદ ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Advertisement

દરમ્યાન સહકારી જીન વિસ્તાર નજીક આવેલ એક હોટલમાં ક્ષત્રિયો સાથે બેઠક કરવા માટે ગાંધીનગરથી સીધા પોલીસ બંદોબસ્ત સાથે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા હતા. દરમ્યાન ક્ષત્રિય અગ્રણીઓ સાથે વિચારવિમર્શ કરીને ક્ષત્રિયોનો રોષ ઠંડો પાડવાના પ્રયાસ કરાયા હતા. પરંતુ આ ક્ષત્રિય આગેવાનોએ ગૃહમંત્રી, રત્નાકરજી, હિંમતનગરના ધારાસભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ક્ષત્રિય આગેવાનોએ એવુ રોકડુ પરખાવી દીધુ હતુ કે મતદાનના દિવસે અમો ભાજપ વિરૂધ્ધ મતદાન કરીશું.

Advertisement

અહેવાલ : યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : Surat : ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી અચાનક થયા ગુમ!

Tags :
Advertisement

.