Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પરશોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર, પદ્મિની બાના બદલાયા સૂર

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદને વેગ આપવામાં આવી રહ્યો છે. વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે પછી પરશોત્તમ રૂપાલાએ વારંવાર માફી પણ માંગી તેમ છતા વિવાદ હજું પણ શમ્યો નહી. તેટલું...
02:44 PM Apr 17, 2024 IST | Hardik Shah
Rupal Controversy and Padminiba

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદને વેગ આપવામાં આવી રહ્યો છે. વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે પછી પરશોત્તમ રૂપાલાએ વારંવાર માફી પણ માંગી તેમ છતા વિવાદ હજું પણ શમ્યો નહી. તેટલું જ નહીં પણ આ વિવાદને શાંત કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પણ તે તમામ નિષ્ફળ નિવળ્યા હતા. ક્ષત્રિય સમાજ સતત પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માંગ કરી રહ્યો છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, રાજપૂત મહિલા કરણીસેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની તબિયત ખરાબ થઇ છે.

આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પદ્મિનીબાનો યુ ટર્ન

છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર ઉતરેલા પદ્મિનીબા વાળાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે. તેમની બગડી તબિયતને જોતા સમાજના આગવાનોએ તેમને સમજાવ્યા અને અંતે તેમણે પારણા કર્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સાધુ-સંતો દ્વારા પદ્મિની બા વાળાને પારણાં કરાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે એવું લાગી રહ્યું હતું કે, હવે બધુ શાંત થઇ ગયું છે. પણ આ વચ્ચે જ્યારે પદ્મિનીબાએ ગુજરાત ફર્સ્ટની ટીમને જે જણાવ્યું તે સાંભળી સૌ કોઇ ચોંકી ગયા છે. આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પદ્મિની બાએ યું ટર્ન લઇ લીધો છે. સમગ્ર વિવાદ વચ્ચે પદ્મિનીબાએ સંકલન સમિતી પર જ સવાલ ઉઠાવી લીધા છે. તેમણે ગુજરાત ફર્સ્ટ મારફતે સંકલન સમિતી પર નિશાન સાંધ્યું છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં ચાલી રહેલા વિવાદને રાજકીય ન બનાવો, આ સામાજીક છે તેને સામાજીક જ રહેવા દો.

જુઓ સમગ્ર મામલે નીચે આપેલો Video

આ પણ વાંચો - Kshatriya Samaj : ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું- રાજપૂત સમાજનાં આંદોલનનો કોઈ..!

આ પણ વાંચો - Rajkot : પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ, સમજાવટ બાદ પારણા કર્યા, જાણો હવે કેવી છે સ્થિતિ ?

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsKshatriyaMahipal Singh Makranamahipal singh makrana jaloremahipal singh makrana karni senamahipal singh makrana new videopadminiba vala rajkotpadminiba vala videopadminiba vs jayrajsinh jadejaParshottam RupalaParshottam Rupala controversyparshottam rupala statement on kshatriya samajParshottam Rupala Vivadparshottam rupala vs kashatriya samajaRAJPUTRupala Controversy
Next Article