Rajkot Lok Sabha : પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર..ભાજપની મહોર
Rajkot Lok Sabha : રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha) માટે પરશોત્તમ રુપાલા ભાજપના ઉમેદવાર રહેશે તેની સ્પષ્ટતા ભાજપ આજે સત્તાવાર રીતે કરી દીધી છે, જેના પગલે ઘણા દિવસોથી રુપાલાને બદલવાની ચાલી રહેલી વાતો પર સત્તાવાર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.
ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા
રાજકોટમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સૌરષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે. રુપાલાના પ્રચાર પ્રસારના તમામ કામો ચાલું જ છે. તેમણે કહ્યું કે રુપાલાને બદલવાની વાતમાં કોઇ તથ્ય નથી અને પક્ષ આ બધી વાતોને બદલવાની વાતોનું ખડન કરે છે.
1લી એપ્રિલ છે તેના કારણે આ બધી વાતો વહેતી થઇ
તેમણે એમ પણ કહ્યું કે આજે 1લી એપ્રિલ છે તેના કારણે આ બધી વાતો વહેતી થઇ છે. જો કે ક્ષત્રિય સમાજ અંગે રાજુભાઇએ બોલવાનું ટાળ્યું હતું.
મને કોઇએ દિલ્હી બોલાવ્યો નથી
આ પત્રકાર પરિષદમાં પરશોત્તમ રુપાલાએ કહ્યું કે મે અગાઉથી જ 3 અને 4 તારીખ મે અનામત જ રાખી હતી. હું અમદાવાદ રોકાવાનો હતો. ત્રીજી તારીખે કેબિનેટમાં ભાગ લેવા જવાનો હતો. ભાજપું પાર્લામેન્ટરી બોર્ડ બધા નિર્ણયો કરે છે. મોહનભાઇને ડમી તરીકે ફોર્મ ભરવાનું પક્ષે જ નક્કી કરેલું છે. તેમણે એમ પણ કહ્યું કે મારાથી જે ભુલ થઇ ગઇ હતી જેની મે ક્ષત્રિય સમાજ સામે માફી માગી લીધી છે. મને કોઇએ દિલ્હી બોલાવ્યો નથી. મારી દ્રષ્ટીએ આ વિષય પુરો થયો છે. હું આજે પણ માનુ છું કે મારી ભુલ થઇ છે. મને લાગે છે કે આ વિષય પુરો થઇ ગયો છે.
આ પણ વાંચો---- Rajkot : રાજકોટમાં ઉમેદવાર બદલવાની વાત એપ્રિલ ફૂલ કે રાજનીતિ ફૂલ
આ પણ વાંચો---- BJP Meeting : શું પરસોતમ રૂપાલાના વિવાદનો થશે અંત!, CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે
આ પણ વાંચો---- Protest For Parshottam Rupala Update: ક્ષત્રિય સમાજનું પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અલ્ટીમેટમ
આ પણ વાંચો--- VADODARA : લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલને લઇ પ્રભારીએ કહ્યું “EVERYTHING IS CLEAR”