Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CONGRESS : પક્ષના સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલ ગાંધીની ઇચ્છા

CONGRESS leaders : લોકસભાની ચૂંટણી પૂર્વે એક તરફ INDI ગઠબંધન તૂટવાના આરે છે ત્યારે કોંગ્રેસ (CONGRESS ) નેતા રાહુલ ગાંધીએ પક્ષના સિનિયર નેતાઓ (CONGRESS leaders) ચૂંટણી લડે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધી હવે પોતાના પક્ષના સિનિયર નેતાઓ પર...
congress   પક્ષના સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલ ગાંધીની ઇચ્છા

CONGRESS leaders : લોકસભાની ચૂંટણી પૂર્વે એક તરફ INDI ગઠબંધન તૂટવાના આરે છે ત્યારે કોંગ્રેસ (CONGRESS ) નેતા રાહુલ ગાંધીએ પક્ષના સિનિયર નેતાઓ (CONGRESS leaders) ચૂંટણી લડે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધી હવે પોતાના પક્ષના સિનિયર નેતાઓ પર મદાર રાખી રહ્યા છે.

Advertisement

ગુજરાત કોંગ્રેસના પણ સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા

લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પક્ષના સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના પણ સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ
શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા , પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા લોકસભાની ચૂંટણી વડે તેવી રાહુલ ગાંધીની ઇચ્છા છે.

મુખ્યમંત્રી પદની રેસમાં રહી ચુકેલા નેતાઓ પણ ચૂંટણી લડે તેવી પણ તેમની ઈચ્છા

રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે જેમાં વરિષ્ઠ નેતાઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે. ઉપરાંત રાજ્યોમાં મુખ્યમંત્રી પદની રેસમાં રહી ચુકેલા નેતાઓ પણ ચૂંટણી લડે તેવી પણ તેમની ઈચ્છા છે જેમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, રણદીપસિંહ સુરજેવાલા, દીપેન્દ્ર હુડ્ડા, અજય માકન, અરવિંદરસિંહ લવલી, અશોક ગેહલોત, સચિન પાયલટ , કમલનાથ, દિગ્વિજય સિંહ, જીતુ પટવારી, ઉમંગ સિંગર, અશોક ચવ્હાણ, નાના પટોલે, બાળાસાહેબ થોરાટ, પૃથ્વીરાજ ચૌહાણ, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ અને રાજા બ્રાર, પ્રતાપસિંહ બાજવા સહિતના નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે.

Advertisement

લોકસભાની ચૂંટણી પૂર્વે એક તરફ INDI ગઠબંધન તૂટવાના આરે 

Advertisement

ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે એક તરફ INDI ગઠબંધન તૂટવાના આરે છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કોંગ્રેસને ઝડકો આપ્યો છે અને એકલા હાથે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને બિહારમાં પણ નીતિશ કુમાર આજે રાજીનામુ આપીને એનડીએ સાથે સરકાર બનાવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાનો નવા દાવ અજમાવવા જઇ રહી છે.

આ પણ વાંચો---BIHAR POLITICAL : મહાગઠબંધન સરકારનું પતન નિશ્ચિત, નીતિશ કુમાર રવિવારે 9 મી વખત શપથ લઈ શકે છે…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.