PM Modi: મંદિરના પૂજારીએ મોદીના કર્યા વખાણ, કહ્યું - પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી અહીં આવ્યા
PM Modi Dwarka: પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દ્વારકાની પાવન તીર્થ ભૂમિમાં પધાર્યા છે. અહીં તેઓ અનેક વિકાસ કાર્યોની ગુજરાતીઓને ભેટ આપવાના છે. આજે દ્વારકાના જગત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ ગોમતીના નીરમાં ડૂબકી પણ લગાવશે. અહીં બનેલા ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન પણ કરવાના છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન દ્વારકા જગત મંદિરના પૂજારીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
અમે બધા મોદીજીના આભારી છીએ: પૂજારી
જગત મંદિરના પૂજારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા હતાં. બેટ દ્વારકા મંદિરના પૂજારી જિજ્ઞેશ જોષી કહે છે, ‘આ પહેલીવાર છે જ્યારે પીએમ મોદી દ્વારકામાં દર્શન માટે આવશે. સૌથી સુંદર વાત એ છે કે જે પુલ ખુલ્લો મુકાશે તે ભગવાનના શસ્ત્ર 'સુદર્શન'ના નામે છે. દરેકને આ યાદ હશે. અમે બધા મોદીજીના આભારી છીએ. અમે અમારી ખુશીને શબ્દોમાં પણ વર્ણવી શકતા નથી. તમામ પૂજારીઓ તરફથી PM મોદીને ઘણી શુભેચ્છાઓ.’
પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી દ્વારકાના દર્શને આવ્યાઃ પૂજારી જિજ્ઞેશ જોષી
વધુમાં પૂજારી જિજ્ઞેશ જોષીએ કહ્યું કે, અનેક પ્રધાનમંત્રીઓ ભારતમાં થઈ ગયા છે. પરંતુ આ પહેલીવાર છે કે, કોઈ પ્રધાનમંત્રી દ્વારકાના દર્શને આવી રહ્યા છે. અહીં ઠાકુરજી સામે પૂજા કરશે અને પરિસરના દર્શન કરશે. અહીં બનેલા બ્રિજનું નામ સુદર્શન સેતું રાખવામાં આવ્યું છે, જે પ્રભુ શ્રી કૃષ્ણનું શસ્ત્ર છે. બ્રિજનું નામ ખુબ જ સુંદર રાખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના અમે ખુબ જ આભારી છીએ, એટલી ખુશી છે કે, અમે તેને વ્યક્ત કરી શકીએ તેમ નથી. અમારા દરેક પૂજારીજણ તરફી પ્રધાનમંત્રીને ખુબ ખુબ શુભેચ્છાઓ છે.’
આ પણ વાંચો: PM Modi એ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી અને સુદર્શન બ્રિજનું કર્યું ઉદ્ઘાટન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ