Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi નું અમદાવાદ ખાતે આગમન, આજે રાત્રે યોજાઈ શકે છે ખાસ બેઠક

PM Modi in Ahmedabad: ગુજરાતમાં આવતી કાલે લોકશાહીના મહાપર્વની ભવ્ય ઉજવણી જવાની છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદાના રાણીમાં આવેલ નિશાન વિદ્યાલયમાં મતદાન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. આ દરમિયાન સી...
pm modi નું અમદાવાદ ખાતે આગમન  આજે રાત્રે યોજાઈ શકે છે ખાસ બેઠક

PM Modi in Ahmedabad: ગુજરાતમાં આવતી કાલે લોકશાહીના મહાપર્વની ભવ્ય ઉજવણી જવાની છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદાના રાણીમાં આવેલ નિશાન વિદ્યાલયમાં મતદાન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. આ દરમિયાન સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરવાના છે. આ સાથે આવતી કાલે વડાપ્રધાન મોદી રાણીપ ખાતે મતદાન કરવાના છે. તમને જણાવી દઈએ કે, આવતીકાલે મતદાન છે ત્યારે છેલ્લા સમયની તૈયારીઓ બાબતે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

Advertisement

રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે પીએમ મોદી

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં અનેક બાબાતે ચર્ચા થઈ શકે છે. ખાસ પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે સવારમાં મતદાનને લઈ કેમ્પેઇએ હાથ ધરાયું છે તે બાબતને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ સાથે ખાસ ગરમીનો સમય છે ત્યારે સૌથી વધારે મતદાન સવારમાં થાય તેવી અપીલ પણ પ્રધાનમંત્રી કરી ચૂક્યા છે. જેથી કાર્યકર્તાઓને સવાર સવારમાં મતદાન કરાવવા માટે પણ કહેવામાં આવી શકે છે.

અનેક મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

નોંધનીય છે કે, વડાપ્રધાન કાર્યકર્તાઓ અને સોસાયટીના સેક્રેટરીઓ અને કાર્યકર્તાઓની એલર્ટ રાખવા શું વ્યવસ્થા કરવામાં આવી છે તે બાબતે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શખે છે. આ સાથે મહત્વની વાત તો છે કે, ભારતીય જનતા પાર્ટી પોતાની વ્યવસ્થા અને કાર્યકર્તાઓ સાથેની કામગરી માટે સૌથી સજાગ રહેતી પાર્ટી છે કે ચૂંટણીમાં નાનામાં નાની બાબતોની વ્યવસ્થા અને વધુ મતદાન થાય તે બાબતે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો: Special Polling Booth: માત્ર એક મત માટે ખાસ પોલિંગ બૂથની વ્યવસ્થા, જાણો કોણ છે આ એક મતદાતા?

આ પણ વાંચો: Surat: 13 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબવાથી થયું મોત, પરિવારમાં શોકનો માહોલ

આ પણ વાંચો: Ahmedabad: ‘શરિયા કાયદો’ લાગુ કરાવવા બોમ્બની ધમકી! જાણો કોણે કર્યો હતો મેઈલ?

Tags :
Advertisement

.