Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક મોટા સમાચાર, વલસાડ બેઠક પર ભાજપ બદલી શકે છે ઉમેદવાર!

Valsad Seat : લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર (Bhikhaji Thakor) ના લોકસભાની ચૂંટણી નહીં લડવાની ચર્ચાઓ બાદ હવે વલસાડ બેઠક (Valsad Seat) પર પણ ભાજપ (BJP) પોતાનો ઉમેદવાર બદલી શકે તેવું...
લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક મોટા સમાચાર  વલસાડ બેઠક પર ભાજપ બદલી શકે છે ઉમેદવાર

Valsad Seat : લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર (Bhikhaji Thakor) ના લોકસભાની ચૂંટણી નહીં લડવાની ચર્ચાઓ બાદ હવે વલસાડ બેઠક (Valsad Seat) પર પણ ભાજપ (BJP) પોતાનો ઉમેદવાર બદલી શકે તેવું સુત્રો જણાવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, વલસાડ બેઠક (Valsad Seat) પરથી ભાજપ ધવલ પટેલ (Dhaval Patel) નું નામ બદલાઈ શકે છે. જોકે, આ અંગે હજું સ્પષ્ટતા થઇ નથી.

Advertisement

ભાજપના ઉમેદવારોને લઈ અફવાએ પકડ્યું જોર

સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ગુજરાતની કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદાવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યાં છે. સુત્રો દ્વારા એવી માહિતી સામી આવી છે કે, ઉમેદવારોએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ચૂંટણી ન લડવાની જાણકારી આપી છે. જોકે, તાજેતરમાં સામે આવી રહેલી માહિતી અનુસાર, વલસાડ (Valsad) લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસનો પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઇ રહી છે. માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં ગુજરાતના ભાજપના ઉમેદવાર બદલવાની તૈયારી કરી રહ્યું હોવાની અફવાએ જોર પકડ્યું છે. એક પત્રિકામાં ધવલ પટેલને ઉમેદવાર બનાવવાને કારણે પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ નારાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હાર જોઈ ગઈ હોવાથી ખોટો પ્રચાર ચલાવી રહી છે.

7 તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી

ઉલ્લેખનીય છે કે, લોકસભા-2024 ચૂંટણીની (Gujarat LokSabha Election 2024) તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. દેશભરની કુલ 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન થશે. ગુજરાતની ચૂંટણીની વાત કરીએ તો તમામ 26 લોકસભા બેઠકો (Gujarat lok Sabha Eleciton) માટે એક જ દિવસે મતદાન યોજાશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. જયારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી તારીખો સામે આવતા રાજકીય પાર્ટીઓના વિવિધ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - બનાસકાંઠામાં શરૂ થઇ ‘ઘૂંઘટ’વાળી રાજનીતિ, રેખાબેને કર્યા ગેનીબેન પર શાબ્દિક પ્રહાર

આ પણ વાંચો - BREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અનઇચ્છા દર્શાવી

Advertisement

Tags :
Advertisement

.