Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન પર હવે કોંગ્રેસ પણ કૂદી, જાણો શું કહ્યું

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે BJP એ ગુજરાતમાં તમામ 26 બેઠકો (26 Seats) માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, તેમના ઘણા ઉમેદવારો (Candidates) નો વિરોધ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો (Congress's...
01:15 PM Mar 30, 2024 IST | Hardik Shah
Rupala controversial statement

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે BJP એ ગુજરાતમાં તમામ 26 બેઠકો (26 Seats) માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, તેમના ઘણા ઉમેદવારો (Candidates) નો વિરોધ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો (Congress's Candidates) અંગે હજુ અસમંજસની સ્થિતિ બની રહી છે. કોંગ્રેસ પાર્ટી (Congress Party) એ ગુજરાતમાં 7 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. 7 બેઠકો માટે ઉમેદવારોના નામ આવતી કાલ સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે. જોકે, આ અસમંજસ વચ્ચે ગુજરાત કોગ્રેસના પ્રભારી મુકુલ વાસવિકે (Gujarat Congress in-charge Mukul Wasnik) ભાજપ પર નિશાન સાધ્યું છે. જાણો શું કહ્યું તેમણે..

ગુજરાત કોંગ્રેસ પ્રભારી Mukul Wasnik એ ભાજપ પર સાધ્યું નિશાન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. જ્યા એક તરફ કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી તો બીજી તરફ ભાજપે તેમના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, તેમના ઘણા ઉમેદવારોને લઇને જનતામાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. હાલમાં સૌથી મોટો વિવાદ પરશોત્તમ રૂપાલાને લઇને જોવા મળી રહ્યો છે. જીહા, ક્ષત્રિય સમાજ પર આપવામાં આવેલા એક નિવેનદ બાદથી પરશોત્તમ રૂપાલાને ખૂબ જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવે કોંગ્રેસ પાર્ટી પણ કૂદી પડી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, "આવા વિવાદાસ્પદ નિવેદન આપવાવાળા નેતાઓ મહત્વપૂર્ણ પદ પર બેઠા છે તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. તેમણે આગળ કહ્યું કે, રૂપાલાના નિવેદનનો જવાબ જનતા તેમની અદાલતમાં આપશે. ભાજપની આ સ્થિતિ ગુજરાતમાં જ નહીં પણ સંપૂર્ણ ભારતમાં છે. મતદાનના દિવસે આ નારાજગી આંધીમાં બદલાઈ જશે."

ઉમેદવારોના નામ જાહેર કરવા અંગે ગુજરાત કોંગ્રેસ કરશે બેઠક

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કોંગ્રેસના પ્રભારી આજે અમદાવાદ આવ્યા છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇને કેવો માહોલ છે તેને લઇને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહેશે. ગુજરાતમાં કોંગ્રેસની બાકી રહેલી 7 બેઠકોની વાત કરીએ તો તે અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, નવસારી , સુરેન્દ્રનગર અને વડોદરા છે. આ બેઠકો પર આવતી કાલ સુધીમાં નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તે પહેલા અનેક સંભવિત નામોની ચર્ચા થઈ રહી છે કે તેઓ ઉમેદવાર હોઈ શકે છે.

આ પણ વાંચો - Gondal Sabha : ગોંડલમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાને આપી માફી

આ પણ વાંચો - Parshottam Rupala : પરષોત્તમ રૂપાલાનો વિરોધ હજી પણ યથાવત્, માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડાયક મૂડમાં

Tags :
BJPCongressControversial StatementGujarat Congress in-chargeGujarat Congress in-charge Mukul WasnikGujarat ElectionLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionMukul WasnikParshottam Rupala
Next Article