Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nomination Affidavit : BJP ની આ મહિલા ઉમેદવાર પાસે તમે ગણી નહીં શકો તેટલી સંપત્તિ...

BJP એ ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને દક્ષિણ ગોવા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. પલ્લવીએ મંગળવારે દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોતાનું નામાંકન પત્ર (Nomination Affidavit ) રજૂ કર્યું હતું. રિટર્નિંગ ઓફિસર સમક્ષ દાખલ કરાયેલ 119 પાનાની એફિડેવિટ (Nomination...
nomination affidavit   bjp ની આ મહિલા ઉમેદવાર પાસે તમે ગણી નહીં શકો તેટલી સંપત્તિ

BJP એ ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને દક્ષિણ ગોવા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. પલ્લવીએ મંગળવારે દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોતાનું નામાંકન પત્ર (Nomination Affidavit ) રજૂ કર્યું હતું. રિટર્નિંગ ઓફિસર સમક્ષ દાખલ કરાયેલ 119 પાનાની એફિડેવિટ (Nomination Affidavit ) દર્શાવે છે કે તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પો સાથે તેમની કુલ સંપત્તિ 1,400 કરોડ રૂપિયાની આસપાસ છે. ડેમ્પો ગ્રૂપનો વ્યવસાય ફ્રેન્ચાઇઝ ફૂટબોલ લીગથી રિયલ એસ્ટેટ, શિપબિલ્ડીંગ, શિક્ષણ અને ખાણકામ વ્યવસાય સુધી વિસ્તરેલો છે.

Advertisement

પલ્લવીની એફિડેવિટ (Nomination Affidavit ) દર્શાવે છે કે તેની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે શ્રીનિવાસની માલિકીની સંપત્તિનું મૂલ્ય 994.8 કરોડ રૂપિયા છે. જ્યારે પલ્લવીની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત રૂ. 28.2 કરોડ છે, જ્યારે શ્રીનિવાસની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત રૂ. 83.2 કરોડ છે. ગોવા અને દેશના અન્ય ભાગોમાં શ્રીનિવાસ ડેમ્પોની મિલકતો ઉપરાંત, દંપતી પાસે દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે, જેની વર્તમાન બજાર કિંમત રૂ. 2.5 કરોડ છે. આ ઉપરાંત લંડનમાં પણ 10 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ છે.

Advertisement

તેની પાસે 5.7 કરોડ રૂપિયાનું સોનું...

પલ્લવી ડેમ્પોની એફિડેવિટ (Nomination Affidavit ) મુજબ, તેની પાસે 5.7 કરોડ રૂપિયાનું સોનું છે. જ્યારે પલ્લવીએ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 10 કરોડનું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે, જ્યારે શ્રીનિવાસે તે જ વર્ષ માટે રૂ. 11 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું છે. 49 વર્ષીય ભાજપના ઉમેદવારે MIT, પુણે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

પલ્લવી ડેમ્પો પાસે છે 217.11 કરોડના બોન્ડ...

પલ્લવી ડેમ્પોની એફિડેવિટ (Nomination Affidavit ) મુજબ, તેની પાસે રૂ. 217.11 કરોડના બોન્ડ, રૂ. 12.92 કરોડની બચત, રૂ. 2.54 કરોડની કાર અને રૂ. 5.69 કરોડનું સોનું છે. અને લગભગ રૂ. 9.75 કરોડની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. પલ્લવી ડેમ્પોની સાથે, ભાજપના ઉત્તર ગોવાના ઉમેદવાર શ્રીપદ નાઈકે પણ મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું.

Advertisement

આ પણ વાંચો : CM યોગી આદિત્યનાથે ‘રામ નવમી’ પર નાની છોકરીઓના પગ ધોયા, જુઓ Video

આ પણ વાંચો : Election 2024: ચૂંટણીના આ નિયમ વિશે જાણો છો? મતદાર અસલી છે કે નકલી તે માત્ર બે રૂપિયામાં જાણી શકાશે

આ પણ વાંચો : Randeep Surjewala પર EC ની મોટી કાર્યવાહી, નહીં કરી શકે આ કામ…

Tags :
Advertisement

.