ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kshatriya Samaj : 8 તારીખ સુધી રુપાલાની ટિકિટ રદ કરો, નહિંતર....!

Kshatriya Samaj : અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં યોજાયેલી ક્ષત્રિય સમાજ ( Kshatriya Samaj)ની બેઠક પડી ભાંગી છે.પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદના નિરાકરણ અને સમાધાન માટે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ ( Kshatriya Samaj)ની સંકલન સમિતિના આગેવાનો વચ્ચે આ...
05:15 PM Apr 03, 2024 IST | Vipul Pandya
issue of Parshottam Rupala's statement

Kshatriya Samaj : અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં યોજાયેલી ક્ષત્રિય સમાજ ( Kshatriya Samaj)ની બેઠક પડી ભાંગી છે.પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદના નિરાકરણ અને સમાધાન માટે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ ( Kshatriya Samaj)ની સંકલન સમિતિના આગેવાનો વચ્ચે આ બેઠક યોજાઇ હતી પણ બેઠકમાં ક્ષત્રિય સમાજ રુપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માગ પર અડગ રહ્યો હતો. ક્ષત્રિય સમાજ સાથેની બેઠકમાં કોઇ સમાધાન થયું ન હતું. સમાધાનની ભાજપની ફોર્મ્યુલા ક્ષત્રિયોએ ફગાવી દીધી હતી.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે

કોર કમિટિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ બેઠક બાદ કહ્યું કે લોકશાહીમાં સંવાદ જરુરી છે અને આજે સમાજના સાત આગેવાનોને મળવા આવ્યા હતા. સંકલન સમિતિની ને મળવા માગતા હતા. અમે તમામ સંગઠન વતી રજૂઆત કરી જે વાત સરકાર અને પક્ષ લઈને આવ્યો તેને અમે સાંભળ્યા છે. અમે સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે. આ સિવાય અમારું કોઈ સ્ટેન્ડ નથી.

પરશોત્તમ રૂપાલા મુદ્દે આ અમારી અંતિમ બેઠક હતી

તેમણે કહ્યું કે અમારા આગામી કાર્યક્રમો ચાલુ રહેશે. સમગ્ર ભારતના 22 કરોડ ક્ષત્રિય છે. અમારા વતી હાઈકમાન્ડ સમક્ષ વાત કરજો તેવું અમે કહ્યું છે.પરશોત્તમ રૂપાલા મુદ્દે આ અમારી અંતિમ બેઠક હતી અને હવે કોઇ બેઠક નહીં થાય. 8 એપ્રિલ સુધી રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે નહિ તો આજે બેઠકમાં બહેનો એ કહ્યું કે કાલે કમલમમાં જોહાર કરીશું. પણ અમે વિનંતી કરી છે કે આવું કરવાની જરૂર નથી.

હવે આ યુદ્ધનું મેદાન છે

તેમણે કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષ અમને દબાવી શકે તેમ નથી. હવે આ યુદ્ધનું મેદાન છે . આ આંદોલન કોઈ સમાજ સાથેનું નથી. ટિકિટ રદ્દ નહિ થાય તો રાજ્યની 26 બેઠક પર અમે જઈશું. આ મુદ્દાની શરૂઆત રાજકોટથી શરુ થશે અને યુવાનો અપક્ષ ઉમેદવારી કરશે. રાજકોટ સંમેલન કેવી રીતે કરવું અને ક્યારે કરવું તે મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ.

આ મુદ્દો સ્વાભિમાનનો છે

આ મુદ્દે તૃપ્તિબા રાઓલે કહ્યું કે અમારા સમાજના આગેવાનો સાથે અમે રજૂઆત કરી. આ મુદ્દો સ્વાભિમાનનો છે. અમે સમાજમાં શાંતિ માટે અપીલ કરી રહ્યા છીએ. પદમાવતી મૂવી જેવા દેખાવોના થાય તે માટે સંકલન સમિતિ સમાજને અપીલ કરે છે

અમને સમાધાન મંજૂર નથી

જ્યારે પદ્મીનીબાએ કહ્યું કે ક્ષત્રિય સમાજમાં ક્યારેય બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહિ. નિર્ણય અમારા પક્ષમાં આવે તેવી અપેક્ષા છે. અમારો નિર્ણય રૂપાલાની ટીકીટ રદ્દ થાય. અમને સમાધાન મંજૂર નથી.

હવે પાર્ટી નિર્ણય લેશે

બેઠક બાદ ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આજની બેઠકમાં સંકલન સમિતીની કમિટી હાજર હતી. બધા આગેવાનો પણ હતા. કોર કમિટી સમક્ષ વાત કરી છે. રુપાલાજીએ નિવેદન બાદ અડધો પોણો કલાકમાં વિડીયોમાં માફી માગી હતી. ગોંડલમાં પણ માફી માગી હતી. ગઇ કાલે પ્રદેશ અધ્યક્ષે પણ માફ કરી દેવા પણ વિનંતી કરી હતી. આજ વાત કોર કમિટી સમક્ષ રજૂ કરી. બધાને સાંભળ્યા હતા. તેમણે કહ્યું કે બધાયે એક જ વાત કરી છે કે પાર્ટી રૂપાલાજી ની ટિકિટ રદ્દ કરે તેવી સમાજની માગણી છે. અમે પુનઃ વિચાર કરવાનો મુદ્દો મૂક્યો. તેઓએ સર્વાનુમતે જણાવ્યું કે રૂપાલાને સમાજ માફ નહિ કરે તેવું ક્ષત્રિય સમાજ માને છે. અમને પક્ષે જે જવાબદારી આપી તે અમે નિભાવી છે અને હવે અમે અક્ષરસઃ અમે પાર્ટીને જાણ કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે.

આ પણ વાંચો----- Big Breaking : જેની રાહ જોવાતી હતી તે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક શરુ

આ પણ વાંચો---- Maldhari Samaj : પરશોત્તમ રુપાલાના મામલે માલધારી સમાજે શું કહ્યું ?

આ પણ વાંચો---- RAJKOT : રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ, કહ્યું “અમારો નિર્ણય અડીખમ”

 

Tags :
Ahmedabadbig BreakingBJPBJP Kshatriya leadersKshatriya communityKSHATRIYA SAMAJloksabha election 2024Parshottam Rupala issuerajkot loksabha election
Next Article