ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navsari : CR પાટીલની સામે કોંગ્રેસે આ સિનિયર લીડરને ઉતાર્યા ચૂંટણી મેદાને, જોવા મળશે જોરદાર ટક્કર!

નવસારી (Navsari) લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી (Congress) દ્વારા કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા નૈષદ દેસાઈના (Naishad Desai) નામની જાહેરાત કરવામાં આવી છે. નૈષદ દેસાઈ સામે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) ચૂંટણી મેદાનમાં છે. નૈષદ...
02:37 PM Apr 14, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

નવસારી (Navsari) લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી (Congress) દ્વારા કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા નૈષદ દેસાઈના (Naishad Desai) નામની જાહેરાત કરવામાં આવી છે. નૈષદ દેસાઈ સામે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) ચૂંટણી મેદાનમાં છે. નૈષદ દેસાઈએ ડો. બાબા સાહેબ આંબેડકરની (Baba Saheb Ambedkar) જન્મ જયંતી નિમિત્તે રિંગરોડ સ્થિત બાબ સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોળા કરીને ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યા છે.

નવસારી લોકસભા બેઠક પર મજબૂત અને પ્રબળ ઉમેદવારને ઉતારવા કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હતું. જો કે, હવે મોડે મોડે કોંગ્રેસ (Congress) પાર્ટી દ્વારા નવસારી લોકસભા બેઠક પરથી નૈષદ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે. નૈષદ દેસાઈ એ કોંગ્રેસનો ખૂબ જ જૂનો અને જાણીતો ચહેરો છે. નૈષદ દેસાઈ (Naishad Desai) હાલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા છે. નવસારી લોકસભા બેઠક પરથી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (CR Patil) છેલ્લે ચાર ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પાંચમી ટર્મ માટે પણ તેઓને પાર્ટી દ્વારા નવસારી લોકસભા બેઠક પરથી પસંદ કરવામાં આવ્યા છે, જેની સામે કોંગ્રેસ દ્વારા હવે નૈષદ દેસાઈની પસંદગી કરવામાં આવી છે.

નૈષદ દેસાઈએ બાબ સાહેબની પ્રતિમાને હારતોળા કર્યાં

પસંદગી બાદ નૈસદ દેસાઈએ કહી આ વાત

આ સાથે નવસારી (Navsari) લોકસભા બેઠક પર બંને નેતાઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાવવાનો છે. જો કે, નવસારી લોકસભા બેઠક પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સતત ચાર ટર્મથી ચૂંટાઇ આવવાના કારણે નૈષદ દેસાઈની જીતની આશા ખૂબ જ ઓછી છે. આ અંગે નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ (Naishad Desai) જણાવ્યું હતું કે, પાટીલ અને હું 41 વર્ષ જૂના મિત્રો છે. પરંતુ, આ વખતે અમારા વચ્ચે ધર્મયુદ્ધ થવાનો છે. ભાજપ માત્ર વિકાસની વાતો લઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. પરંતુ, 2014 બાદ વિકાસ તો ક્યાંય દેખાયો જ નથી. લોકોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે. બંધારણ પણ ખતરામાં છે, જેથી આ મુદ્દાઓને લઈને કોંગ્રેસ નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની છે. આ વખતની ચૂંટણીમાં નવસારી લોકસભા (Navsari) બેઠક પરથી કોની જીત અને કોની હાર થશે તે મતદારો નક્કી કરશે.

 

આ પણ વાંચો - Surat c r patil સુરતમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત 5000 લોકોએ કેસરિયા ધારણ કર્યો

આ પણ વાંચો - Surat C R patil: ધારાસભ્ય, સાંસદ કામ નહીં કરે તો મને કહેજો

આ પણ વાંચો - Lok Sabha elections : CM ભૂપેન્દ્ર પટેલે વાપીની લીધી મુલાકાત, તો CR પાટીલ આજે જામનગરમાં, વાંચો અહેવાલ

Tags :
Baba Saheb AmbedkarBJPCongressCongress CandidateCR PatilGujarat FirstGujarat PoliticsGujarati NewsNaishad DesaiNavsari Lok Sabha seat
Next Article