ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

OATH : પાછી બદલાઇ વડાપ્રધાન પદના શપથ ગ્રહણની તારીખ

OATH  : નવી સરકારના શપથ (OATH )ગ્રહણ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. એનડીએના નેતા નરેન્દ્ર મોદી (Narendra Modi )પહેલા 8 તારીખે વડાપ્રધાનપદ ના શપથ લેવાના હતા પણ હવે પાછી તારીખ બદલાઇ છે. તેઓ હવે 9 જૂનના રોજ શપથ લઇ...
02:56 PM Jun 06, 2024 IST | Vipul Pandya
Modi Government 3.0

OATH  : નવી સરકારના શપથ (OATH )ગ્રહણ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. એનડીએના નેતા નરેન્દ્ર મોદી (Narendra Modi )પહેલા 8 તારીખે વડાપ્રધાનપદ ના શપથ લેવાના હતા પણ હવે પાછી તારીખ બદલાઇ છે. તેઓ હવે 9 જૂનના રોજ શપથ લઇ શકે છે. ઉલ્લેખનિય છે કે શપથ ગ્રહણની તારીખો સતત બદલાઇ રહી છે. અગાઉ બે વખત શપથ ગ્રહણની તારીખ બદલાઇ હતી.

શપથ ગ્રહણ સમારોહની તારીખ એક દિવસ માટે આગળ વધારી દેવામાં આવી

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની જાહેરાત બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. હવે સમાચાર છે કે તેમના શપથ ગ્રહણ સમારોહની તારીખ એક દિવસ માટે આગળ વધારી દેવામાં આવી છે. જો કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અગાઉ એવી શક્યતાઓ હતી કે તેઓ 8 જૂન એટલે કે શનિવારે શપથ લઈ શકે છે. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 સીટો મળી હતી.

હવે 9 જૂને નરેન્દ્રભાઈ મોદી PM પદના શપથ લેશે

સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી હવે 8ની જગ્યાએ 9 જૂન રવિવારે શપથ લઈ શકે છે. અગાઉ 8 જૂનના રોજ શપથગ્રહણ યોજાવાનો હતો. બુધવારે સવારે જાહેર થયું હતું કે તેઓ 9 તારીખે શપથ લેશે પણ બપોરે પાછી શપથ ગ્રહણ સમારોહની તારીખ બદલાઇ હતી. હવે 9 જૂને નરેન્દ્રભાઈ મોદી PM પદના શપથ લેશે.

ભાજપે 240 સીટ જીતી છે

ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી 2024ની ચૂંટણીમાં 240 સીટો જીતવામાં સફળ રહી છે. જો કે, પાર્ટી પોતાના દમ પર બહુમતી મેળવી શકી ન હતી અને 2019ની સામાન્ય ચૂંટણીની સરખામણીમાં લગભગ 63 બેઠકો ગુમાવી હતી. મોદીએ બુધવારે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તે જ સમયે, રાષ્ટ્રપતિ દ્વારા રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું અને નવી સરકાર સત્તા સંભાળે ત્યાં સુધી પદ પર રહેવા અપીલ કરવામાં આવી હતી.

શપથ સમારોહના આ મહેમાનો હોઇ શકે

જ્યારથી એનડીએ ચૂંટણી જીતી છે ત્યારથી વિદેશી નેતાઓ તરફથી મોદીને અભિનંદનનો દોર ચાલી રહ્યો છે. એવા અહેવાલ છે કે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. આ સિવાય નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક પણ આ કાર્યક્રમનો ભાગ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથને પણ આમંત્રણ મોકલવામાં આવી શકે છે.

આ પણ વાંચો----- નીતિશ અને નાયડુને તેમના મનપસંદ મંત્રાલય જોઈએ છે, BJP કેવી રીતે ઉકેલશે?

આ પણ વાંચો---- Maharashtraના રાજકારણમાં નવાજૂનીના સંકેત

આ પણ વાંચો---- સરકાર બને તે પહેલાં જ JDUનું ચોંકાવનારું નિવેદન

Tags :
Gujarat FirstModi government 3.0Narendra ModiNationalNDAoathOath-takingOath-taking CeremonyPoliticsPrime Minister
Next Article