Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપના વધુ 9 ઉમેદવારોના નામ જાહેર, ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કપાઈ

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉમેદવારો (Candidates) ની 10મી યાદી જાહેર કરી છે. ભાજપે આ યાદીમાં કુલ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આ વખતે ચંદીગઢથી કિરણ...
01:50 PM Apr 10, 2024 IST | Hardik Shah
BJP Candidates List

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉમેદવારો (Candidates) ની 10મી યાદી જાહેર કરી છે. ભાજપે આ યાદીમાં કુલ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આ વખતે ચંદીગઢથી કિરણ ખેર (Kiran Kher) ના સ્થાને સંજય ટંડન (Sanjay Tandon) ને ટિકિટ (Ticket) આપી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાંથી 7, પશ્ચિમ બંગાળમાંથી 1 અને ચંદીગઢથી 1 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

ભાજપે ચંદીગઢથી કિરણ ખેરના સ્થાને સંજય ટંડન આપી ટિકિટ

ભાજપે આ યાદીમાં કુલ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે પોતાની નવી યાદીમાં, જે સાત બેઠકો પર UP ના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં મૈનપુરી, કૌશામ્બી, ફુલપુર, અલાહાબાદ, બલિયા, મછલીશહર અને ગાઝીપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપે બલિયા અને અલ્હાબાદથી પોતાના ઉમેદવારો બદલ્યા છે. મૈનપુરીથી જયવીર સિંહ ઠાકુર, કૌશામ્બીથી વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવીણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, બલિયાથી નીરજ શેખર, મછલશહરથી બીપી સરોજ અને ગાઝીપુરથી પારસનાથ રાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ચંદીગઢથી સંજય ટંડન અને પશ્ચિમ બંગાળના આસનસોલથી એસએસ અહલુવાલિયાને ટિકિટ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ભાજપે આ વખતે ચંદીગઢથી કિરણ ખેરને ટિકિટ આપી નથી. તેમની જગ્યાએ ભાજપે સંજય ટંડનને ટિકિટ આપી છે.

રીટા બહુગુણા જોશીની ટિકિટ કપાઈ

ભાજપ હર હંમેશા પોતાના નિર્ણયોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ પાર્ટીએ એવા નિર્ણય કર્યા છે તેની ચર્ચા થાય તો નવાઇ નથી. ભાજપે આ વખતે ફુલપુરથી કુર્મી સમાજના નેતા પ્રવીણ પટેલને તક આપી છે. આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે આ લોકસભા મતવિસ્તારમાં કુર્મી અને મૌર્ય સમુદાયની સારી વસ્તી છે. અલ્હાબાદ બેઠક પરથી ભાજપે બ્રાહ્મણ ચહેરો એવા નીરજ ત્રિપાઠીને તક આપી છે. અત્યાર સુધી રીટા બહુગુણા જોશી અહીંથી સાંસદ હતા, પરંતુ આ વખતે તેમની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. પાર્ટીએ બલિયાથી નીરજ શેખર, મછિલિશહરથી બીપી સરોજ અને ગાઝીપુરથી પારસનાથ રાયને મેદાનમાં ઉતાર્યા છે. આ રીતે ભાજપે યુપીમાંથી 7 નવા નામ જાહેર કર્યા છે, પરંતુ હજુ પણ કૈસરગંજ, રાયબરેલી જેવી લોકપ્રિય બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો - Vellore : તમિલ સ્ટાઈલમાં જોવા મળ્યા PM, કહ્યું- ‘તમિલનાડુના લોકો ચૂંટણીમાં DMK ના પાપોનો

આ પણ વાંચો - Loksabha Elections 2024: કોંગ્રેસને ફરી લાગશે મોટો ઝટકો, UP કોંગ્રેસ અધ્યક્ષ બીજેપીમાં જોડાઈ શકે છે

Tags :
BJPBJP Candidate ListElectionElection 2024Lok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-election
Next Article