Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mizoram: આજે ZPM નેતા લાલદુહોમા રાજ્યના CM તરીકે લેશે શપથ, કેન્દ્રની મોદી સરકારને લઈ કહી આ વાત!

મિઝોરમની વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત સાથે લાલદુહોમાની પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) રાજ્યની સૌથી મોટી પાર્ટી બની છે. ZPMએ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 40 બેઠકોમાંથી 27 સીટો પર જીત મેળવી હતી. જ્યારે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને માત્ર 10, ભાજપને 2...
mizoram  આજે zpm નેતા લાલદુહોમા રાજ્યના cm તરીકે લેશે શપથ  કેન્દ્રની મોદી સરકારને લઈ કહી આ વાત

મિઝોરમની વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત સાથે લાલદુહોમાની પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) રાજ્યની સૌથી મોટી પાર્ટી બની છે. ZPMએ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 40 બેઠકોમાંથી 27 સીટો પર જીત મેળવી હતી. જ્યારે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને માત્ર 10, ભાજપને 2 અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. શુક્રવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે ZPM નેતા લાલદુહોમા મુખ્યમંત્રી પદની શપથ લેશે.

Advertisement

માહિતી અનુસાર, લાલદુહોમાએ બુધવારે જ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પૂર્વ આઈપીએસ લાલદુહોમાંએ જોરમ નેશનલિસ્ટ પાર્ટી નામથી એક દળ બનાવ્યું હતું, જેના માધ્યમથી તેઓ રાજ્યની રાજનીતિમાં પ્રવેશ્યા હતા. રાજ્યના પાંચ નાના દળોને સાથે રાખી લાલદુહોમાની પાર્ટીએ ગઠબંધન કર્યું. વર્ષ 2017માં આ ગઠબંધન જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) પાર્ટી નામે અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે હવે ઝેડપીએમએ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. લાલદુહોમાએ સીએમ બનતા પહેલા કહ્યું કે, તેમની સરકાર શપથગ્રહણ પછી 100 દિવસ માટે સર્વોચ્ચ પ્રાથમિકતાઓ નક્કી કરશે. તેમણે કહ્યું કે, તેમની સરકાર કેન્દ્ર સરકાર સાથે પણ સારા સંબંધ જાળવી રાખશે. તેમની પાર્ટી કોઈ રાજનીતિક પક્ષમાં સામેલ થશે નહીં. તેમણે કહ્યું કે, તેમની પ્રાથમિકતા અધૂરી રહેલી પરિયોજનાઓને પૂર્ણ કરવાની છે.

Advertisement

જોરમથાંગાએ એમએનએફ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

વર્ષ 1982માં લાલદુહોમા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાધીના સુરક્ષા ઇનચાર્જ પણ રહી ચૂક્યા છે. સાથે જ કોંગ્રેસના સાસંદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1982માં રાજીવ ગાંધીની અધ્યક્ષતા હેઠળ એશિયાઈ રમતની આયોજન સમિતિમાં તેઓ સચિવ રહ્યા હતા. મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી મિજો નેશનલ ફ્રંટ (MNF) એ મંગળવારે શિક્ષણમંત્રી લાલછંદમા રાલ્તેને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સલાહકાર લાલરિંતલુઆંગા સેલોને દળના નાયબ નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા મુખ્યમંત્રી જોરમથાંગાએ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ મંગળવારે 33 વર્ષના લાંબા કાર્યકાળ પછી પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.

Advertisement

આ પણ વાંચો- ગુજરાત સહિત 3 રાજ્યમાં ભૂકંપના આંચકા , વાંચો અહેવાલ

Tags :
Advertisement

.