Mukul Wasnik: મતદાન બાદ ગુજરાત કોંગ્રેસ ચિંતામાં! જીતના આશાવાદ વચ્ચે નિષ્ક્રિયતાના મુદ્દે ચર્ચા
Mukul Wasnik: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન થઈ ગયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે નેતાઓની મહત્વની બેઠક મળી હતી. નોંધનીય છે કે, આ બેઠક દરમિયાન લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઇએ કે, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણીમાં અનુભવ અને કામકાજને લઈ ચર્ચાઓ થઈ. નોંધનીય છે કે, આ બેઠકમાં લોકસભાના ઉમેદવારો,લોકસભા પ્રભારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં 10 થી વધુ સીટો મળવાનો વાસનિકનો આશાવાદ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) પોતાના નિવેદનમાં કહ્યું કે, "ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ, પરિવર્તનની લહેર દેખાઈ". તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં 10 થી વધુ સીટો મળવાનો વાસનિકે આશા વ્યક્ત કરી છે. આ સાથે વધુમાં તમણે કહ્યું કે, ‘હાલના માહોલમાં ભાજપ સામે નારાજગી જોવા મળી રહીં છે. આ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને લોકોમાં ભાજપ માટે રોષ હતો, જે વોટમાં પરિવર્તીત થયો છે.’ પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘જનતાનો રોષ 4 જૂને પરિણામમાં સાબિત થવાનો છે.’
લોકસભા ચૂંટણીના મતદાન બાદ ગુજરાત કોંગ્રેસ ચિંતામાં
નોંધનીય છે કે, ગુજરાત પ્રભારી મુકુલ વાસનીક (Mukul Wasnik)ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ ગુજરાત કોંગ્રેસ ચિંતામાં જોવા મળી રહીં છે. જેથી પ્રભારી વાસનિકના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. નોંધનીય છે કે, અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આ બેઠક યોજવામાં આવે છે. કોંગ્રેસ ગુજરાતમાં 10 બેઠકો પર જીતની આશા રાખી રહ્યું છે. પરંતુ આ બેઠકમાં જીતના આશાવાદ વચ્ચે નિષ્ક્રિયતાનો મુદ્દો વર્તાઈ રહ્યો છે. જેના માટે ઉમેદવારો, જિલ્લા અને શહેરના પ્રમુખો સાથે બેઠક યોજનામાં આવી હતી.