Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસના મહારથી "અર્જુન" થયા પક્ષથી અલગ, કહ્યું ; "કોંગ્રેસ સાથેના બંધનમાંથી આજે મુક્ત થયો"

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઐતિહાસિક ભંગાણ જોવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે.  એક જ દિવસમાં ગુજરાત કોંગ્રેસને બે મોટા ઝટકા મળ્યા છે.  કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા વિશે ચર્ચાઓ તેજ...
08:43 PM Mar 04, 2024 IST | Harsh Bhatt

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઐતિહાસિક ભંગાણ જોવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે.  એક જ દિવસમાં ગુજરાત કોંગ્રેસને બે મોટા ઝટકા મળ્યા છે.  કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા વિશે ચર્ચાઓ તેજ થઇ હતી કે તે પાર્ટીને છોડી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે. હવે આ વાત અંતે સાચી સાબિત થઇ છે. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. આ પહેલા કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતા રાજુલાના ભૂતપૂર્વ અંબરીશ ડેર પણ કોંગ્રેસ પક્ષમાંથી પોતે રાજીનામું આપી ચૂક્યા છે. આમ કોંગ્રેસમાંથી એક બાદ એક બે મોટા નેતા પાર્ટીને છોડતા ગુજરાત કોંગ્રેસની કમર તૂટી ગઈ છે.

અર્જૂન મોઢવાડિયાએ કહી દીધું કોંગ્રેસને રામ રામ 

કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પોતે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ભગવાન રામ અને રામ મંદિરથી લઈને રાહુલની અસમની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખેલા આ પત્રમાં ચાર પૈકીના ત્રણ પેરેગ્રાફમાં તેમણે ભગવાન રામ અંગે લખ્યું હતું.

તેમણે કહ્યું છે કે, ભગવાન રામ માત્ર હિન્દુઓ માટે જ પૂજનીય નથી, પરંતુ તેઓ ભારતની આસ્થા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકારવાથી ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પાર્ટી લોકોની ભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે. આ પવિત્ર પ્રસંગને વધુ વિચલિત કરવા અને અપમાન કરવા માટે, રાહુલ ગાંધીએ આસામમાં હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો, જેનાથી અમારા પક્ષના કાર્યકરો અને ભારતના નાગરિકોને વધુ ગુસ્સો આવ્યો.

વધુમાં આ પત્રમાં અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને આડે હાથ લઈને તેમના વિશે પણ ઘણી વાતો લખી હતી. તેમણે પોતાના આ પત્રમાં રાહુલની અસમની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ કોંગ્રેસ પાર્ટીના વલણથી ખૂબ જ નારાજ હતા અને પોતે ખૂબ જ મજબૂર અનુભવી રહ્યા હતા. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામાનો પત્ર સોંપ્યો હતો.

"છેલ્લા કેટલાક સમયથી ગુંગળામણ થતું હતું" - અર્જૂન મોઢવાડિયા

રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં આવે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનેરાજીનામાનો પત્ર સોંપ્યા બાદ તેમણે કોંગ્રેસ ઉપર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 1982 થી વિદ્યાર્થી કાળથી જ  હું કોંગ્રેસ સાથે રહ્યો છું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમયથી ગુંગળામણ થતું હતું. આજે મી ભારે હૈયે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે અન્યમાં રાજકીય સફરમાં તેમની મદદ કરનાર લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

"રામ મંદિર બને તે સૌ લોકો ઇચ્છતા હતા" - અર્જૂન મોઢવાડિયા

તેમણે મુખ્યમાં ભગવાન રામ મંદિર વિશે વાત કરતાં કહ્યું હતું કે, રામ મંદિર બને તે ભારતના સૌ લોકો ઇચ્છતા હતા. પરંતુ કોંગ્રસે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. જે અંગે મે અવાજ પણ ઉઠાવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકારવાથી ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પાર્ટી લોકોની ભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.

"હું મારી નવી રાજકીય સફરની શરૂઆત કરીશ" - અર્જૂન મોઢવાડિયા

વધુમાં આગળ વાત કરતાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાથી મને ખૂબ પ્રેમ મળ્યો છે. હૂ કોંગ્રેસ સાથેના બંધનમાંથી આજે મુક્ત થયો છું. હવે હૂ મારી નવી રાજકીય સફરની શરૂઆત કરીશ. હવે કોંગ્રેસે વિચારવું જોઈએ કેમ રાજીનામું આપવું પડ્યું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધારે પ્રવાસ મે કર્યો છે. મારે જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં કરી, મે જ્યારે જે વાત કરી છે તે આધાર સાથે કરી છે. આમ આ રીતે અર્જુન મોઢવાડિયાએ પોતાના આ નિર્ણય ઉપર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : કોંગ્રેસ બાદ “આપ” માં રાજીનામાનો દોર શરૂ, આપના પ્રદેશ હોદ્દેદાર બિપીન ચૌધરીએ આપ્યું રાજીનામું

Tags :
Arjun ModhwadiaGujarat CongressGujarat PoliticsLok-Sabha-electionMallikarjun Khadgeparty changePoliticsrahul-gandhiResign
Next Article