Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Madhya Pradesh : PM મોદીએ એક વોટની શક્તિ બતાવી, વિપક્ષ પર પ્રહારો કર્યા, જાણો શું કહ્યું...

દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. મંગળવારે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે PM મોદીએ આજે ​​મતદાન કર્યું હતું. મતદાન બાદ PM મોદી મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ખરગોન જિલ્લામાં પહોંચ્યા હતા. અહીં તેમણે જનસભાને સંબોધી હતી. જનસભા દરમિયાન PM મોદીએ...
11:44 AM May 07, 2024 IST | Dhruv Parmar

દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. મંગળવારે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે PM મોદીએ આજે ​​મતદાન કર્યું હતું. મતદાન બાદ PM મોદી મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ખરગોન જિલ્લામાં પહોંચ્યા હતા. અહીં તેમણે જનસભાને સંબોધી હતી. જનસભા દરમિયાન PM મોદીએ કહ્યું, "આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને હું પણ વહેલી સવારે મતદાન કરીને અહીં આવ્યો છું. મેં લોકશાહીમાં નાગરિક તરીકેની મારી ફરજ નિભાવી છે. મારી તમામ મતદારોને નમ્ર વિનંતી છે કે તમે ખૂબ જ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં મતદાન કરો."

ભાજપ સરકારે મધ્યપ્રદેશને નવી ઓળખ આપી...

PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, "કોંગ્રેસ દ્વારા બનાવેલા ખાડાઓને ભરીને ભાજપ સરકારે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ને એક નવી અને ગૌરવપૂર્ણ ઓળખ આપી છે. તમારા એક મતે ભારતને 5 મી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવી છે. તમારા એક મતે ભારતને વિશ્વમાં પ્રભુત્વ આપ્યું છે. તમારા એક મતે 70 વર્ષ પછી આર્ટીકલ 370 નાબુદ કરી. તમારા એક મતે આદિવાસી દીકરીને રાષ્ટ્રપતિ બનાવી. તમારા એક મતે ભ્રષ્ટાચારીઓનેને જેલ ભેગા કર્યા. તમારા એક મતે મફત સારવારની ખાતરી, તમારા એક વોટથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની અપાર તક મળી.

PM મોદીએ જનસભાનું સંબોધન કયું...

PM મોદીએ જનસભામાં કહ્યું, "તમારા એક વોટની તાકાત જુઓ, તમારા એક વોટથી 500 વર્ષની રાહનો અંત આવ્યો અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું. આ માત્ર ટ્રેલર છે, હજુ ઘણું કરવાનું બાકી છે. " એટલું જ નહીં PM મોદીએ વિપક્ષ પર પણ જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "INDI ગઠબંધનના લોકો શા માટે ચૂંટણી લડી રહ્યા છે? પોતપોતાના વારસાને બચાવવા માટે... તેમની પાર્ટી તેમના બાળકોને સોંપવા માટે... તેમને તમારા સુખ કે દુ:ખની પરવા નથી."

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, સવારે 9 વાગ્યા સુધી 10.81 ટકા મતદાન…

આ પણ વાંચો : PM મોદીને પણ ગમ્યો પોતાનો ડાન્સ કરતો આ વીડિયો, કહ્યું- જોવાની મજા આવી… Video

આ પણ વાંચો : Madhya Pradesh : 42 ઈંચ ઉંચા સમીઉલ્લાહે મતદાન કર્યું, 3 ફૂટના ભાઈ અને બહેન સાથે મતદાન મથકે પહોંચ્યા…

Tags :
BJPCongresselection phase 3 pollingGujarati NewsIndiaLok Sabha Chunav 2024Lok Sabha Election 2024lok sabha election phase 3 votingLok Sabha Election PollingLok Sabha ElectionsMadhya PradeshmodiNarendra ModiNationalphase 3 voting constituenciespm modirahul-gandhitoday voting
Next Article