ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા માધવી લતાએ ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર

Lok Sabha Election 2024: દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. જેને લઈને રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર પણ કરી રહીં છે. આ દરમિયાન હૈદરાબાદ લોકસભા બેઠકનો ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર માધવી લતાએ ઔવેસી પર વાક્ પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું કે સત્ય...
07:38 PM Apr 07, 2024 IST | VIMAL PRAJAPATI
Lok Sabha election 2024

Lok Sabha Election 2024: દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. જેને લઈને રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર પણ કરી રહીં છે. આ દરમિયાન હૈદરાબાદ લોકસભા બેઠકનો ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર માધવી લતાએ ઔવેસી પર વાક્ પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું કે સત્ય સાથે યુદ્ધ લડવા માટે વ્યક્તિને Y પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. અસદુદ્દીન ઓવૈસીને કિંગ્સના જૂથ સાથે મિત્રો છે. જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે તેઓ ચૂપ રહે છે. ચૂંટણી (Election) પ્રચાર દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે ઔવેસી પર સિધો સવાલ કર્યો હતો.

અસદુદ્દીન ઓવૈસી સામે મેદાનમાં ઉતર્યા છે માધવી લતા

ઉલ્લેખનીય છે કે, માધવી લતાઓ હૈદરાબાદ બેઠક પરથી પૂર્ણ બહુમતથી જીતની આશા વ્યક્ત કરી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમત સાથે જીત થવાની છે. તેમને જણાવી દઈએ કે, આ લોકસભા (Lok sabha) બેઠક પરથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાંસદ છે. નોંધનીય છે કે, આ બેઠક ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનનો ગઢ માનવામાં આવે છે. કારણ કે, આ બેઠક પરઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનનો 1984થી લઈને આજ સુધી કબજો રહ્યો છે. અસદુદ્દીન ઓવૈસીના પિતા સુલતાન સલાહુદ્દીન 1984માં લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે 20 વર્ષ સુધી આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો પુત્ર અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી લોકસભા સાંસદ છે.

માધવી લતા પ્રખત હિંદુત્વવાદી નેતા તરીકે જાણીતા

નોંધનીય છે કે, આવતે બીજેપીએ માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે. જે પ્રખત હિંદુત્વવાદી નેતા તરીકે જાણીતા છે. માધવી લતાએ આ વખતે વિપક્ષની પાર્ટીઓને પડકાર ફેક્યો છે. આ સાથે અત્યારે તેમણે ઓવૈસીના કાર્યો પર પણ સવાલો ઉઠાવ્યા છે. હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતા કહે છે, "વાય સુરક્ષા સત્ય માટે લડવા માટે આપવામાં આવે છે... અસદુદ્દીન ઓવૈસીની રાજાઓના જૂથ સાથે મિત્રતા છે... જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે તે ચૂપ રહે છે..."

આ પણ વાંચો: Kasaragod Lok Sabha Election: આ બેઠકના ઉમેદવારોએ મત માટે શીખવી પડે છે 5 ભાષાઓ, જાણો શું છે હકીકત?

આ પણ વાંચો: Election 2024: મતદાન માટે દાયકાઓ સુધી રાહ જોઈ! હવે પહેલીવાર બૂથ પર જઈ મત આપશે

આ પણ વાંચો: Bihar: લોકસભા ચૂંટણીમાં વિક્ષેપનું હતું આયોજન, પોલીસે 8774 સિમકાર્ડ સાથે ત્રણને દબોચ્યા

Tags :
asaduddin-OwaisiAsaduddinOwaisiHyderabadHyderabad lok sabhaHyderabad NewsLok Sabha Election 2024Lok Sabha Election Newslok-sabhamadhavi latamadhvi latanational newsOwaisi on Ram Templeowaisi vs madhavi lata
Next Article