Lok Sabha Election 2024: ભાજપની પહેલી ઉમેદવાર યાદી જાહેર! મોદી વારાણસીથી ચૂંટણી લડશે
Lok Sabha Elections 2024: આજે ભારતીય જનતા પાર્ટીની સાંજે 6 વાગ્યે દિલ્હીમાં તેની મુખ્ય ઓફિસમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે અને તેઓ બનારસથી ચૂંટણી લડશે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ઉમેદવારોની યાદીમાં પ્રથમ સ્થાને છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ લિસ્ટમાં સામેલ છે. આ યાદીમાં વારાણસી, અયોધ્યા, પ્રયાગરાજ, આઝમગઢ અને ગોરખપુર સહિત ઉત્તર પ્રદેશની ઘણી મોટી બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ છે.
ભાજપે પોતાની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ઉમેદવારોની વિગતે વાત કરવામાં આવે તો આજે ભાજપે પોતાની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપના ઉમેદવારોની યાદીની જોવાઈ રહેલી રાહનો આજે અંત આવી ગયો છે. ગુજરાતની 12 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોના નામને લઈને ગુરૂવારે રાત્રે મોદી રાત સુધી ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. અત્યારે ભાજપની પહેલી ઉમેદવારીની યાદી આવી ગઈ છે. આ સિવાય વાત કરવામાં આવે તો એવી તમામ બેઠકો પર નામ નિશ્ચિત કરવામાં આવી ગયા છે. અત્યારે એવા પણ નામ જાહેર કરવામાં આવ્યા છે જે બેઠક જીતવી ભાજપને અઘરી લાગતી હતી.
અહીં ક્લિક કરો અને જૂઓ 195 ઉમેદવારોના નામની યાદી
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે 195માંથી 28 આપણી માતૃશક્તિ છે, 47 50 વર્ષથી ઓછી ઉંમરના યુવા ઉમેદવારો છે, 27 અનુસૂચિત જાતિના, 18 અનુસૂચિત જનજાતિમાંથી, 57 પછાત વર્ગના છે. તેમણે કહ્યું કે, 'છેલ્લા એક દાયકાથી સાતત્ય સાથે વિકાસ માટે સમર્પિત વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને સબકા સાથ, સબકાના મંત્ર સાથે સેવાનું અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના મંચ પર પણ પ્રસ્તુત કરે છે.
આ પણ વાંચો: PM Modi: વડાપ્રધાન મોદીએ ફુલહારના સ્વાગતમાં નીતિશકુમારને પણ જોડ્યા, જુઓ આ વીડિયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ