Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election : મેરઠમાં રામાયણ સિરિયલના 'રામ' સામે SP નું 'ગુર્જર કાર્ડ'...

લોકસભાની ચૂંટણી (Election) શરૂ થઈ ગઈ છે. બધાની નજર યુપીની મેરઠ સીટ પર છે. અહીંથી ભાજપને ટક્કર આપવા માટે સપા ગઠબંધને પોતાના ઉમેદવાર બદલ્યા છે. સપાએ સરથાના ધારાસભ્ય અતુલ પ્રધાન (41 વર્ષ)ને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સપાએ અગાઉ ભાનુ...
lok sabha election   મેરઠમાં રામાયણ સિરિયલના  રામ  સામે sp નું  ગુર્જર કાર્ડ

લોકસભાની ચૂંટણી (Election) શરૂ થઈ ગઈ છે. બધાની નજર યુપીની મેરઠ સીટ પર છે. અહીંથી ભાજપને ટક્કર આપવા માટે સપા ગઠબંધને પોતાના ઉમેદવાર બદલ્યા છે. સપાએ સરથાના ધારાસભ્ય અતુલ પ્રધાન (41 વર્ષ)ને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સપાએ અગાઉ ભાનુ પ્રતાપને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. હવે અતુલ પ્રધાન વિરોધ પક્ષોના ગઠબંધન ઈન્ડિયા બ્લોકના બેનર હેઠળ ચૂંટણી (Election) લડશે. ભાજપે અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે અને બસપાએ મેરઠ લોકસભા સીટ પરથી દેવવ્રત ત્યાગીને મેદાનમાં ઉતાર્યા છે. મેરઠમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.

Advertisement

આ વખતે ભાજપના વિજય રથને રોકવા માટે સપા અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ભાજપ અને ઈન્ડિયા બ્લોકના ઉમેદવારો સામે આવ્યા બાદ ચૂંટણી (Election)ની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સપાના ઉમેદવાર અતુલ પ્રધાનને કોંગ્રેસનું સમર્થન મળશે જ્યારે ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલને રાષ્ટ્રીય લોકદળ, અપના દળ, સુભાષપ અને નિષાદ પાર્ટીનું સમર્થન મળશે. ભાજપના ગોવિલ રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવવાને કારણે ચર્ચામાં છે.

Advertisement

'અતુલ 2012 માં રાજકારણમાં આવ્યો હતો'...

અતુલ પ્રધાન SP ના વડા અખિલેશ યાદવના નજીકના માનવામાં આવે છે. અતુલ પ્રધાન ગુર્જર સમુદાયના છે અને તેમની ગણતરી પશ્ચિમ યુપીમાં SP ના ભરોસાપાત્ર અને ભડકાઉ નેતાઓમાં સમાવેશ થાય છે. અતુલ પ્રધાને 2012 ની વિધાનસભા ચૂંટણી (Election)માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સરથાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી (Election) લડ્યા હતા અને ત્રીજા નંબરે આવ્યા હતા. ભાજપના સંગીત સિંહ સોમ ચૂંટણી (Election) જીત્યા હતા. જે બાદ સપાએ ફરી એકવાર 2017ની ચૂંટણી (Election)માં અતુલ પ્રધાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાન પણ આ ચૂંટણી (Election) ભાજપના સંગીત સિંહ સોમ સામે હારી ગયા હતા. જો કે તેમની વોટ ટકાવારીમાં વધારો થયો હતો અને તેઓ બીજા ક્રમે આવ્યા હતા.

'અખિલેશની નજીક રહેવાથી ફાયદો થયો'...

અખિલેશ યાદવ સાથેની તેમની વધતી જતી નિકટતાનો પણ અતુલને ઘણો ફાયદો થયો અને 2022ની ચૂંટણી (Election)માં ફરી એકવાર SP-RLD ગઠબંધને અતુલ પ્રધાનને સરથાણા બેઠક પરથી ટિકિટ આપી અને તેમણે ભાજપના દિગ્ગજ નેતા, બે વખતના ધારાસભ્ય સંગીત સિંહ સોમને હરાવ્યા. અતુલ પ્રધાને સંગીત સોમને 18 હજારથી વધુ મતોથી હરાવ્યા. અતુલ પ્રધાન પહેલીવાર ધારાસભ્ય બન્યા અને સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : BJP : વરુણ ગાંધીની ટિકિટ કપાવા પર માતા મેનકા ગાંધીનું આવ્યું પ્રથમ રિએક્શન, જાણો BJP વિશે શું કહ્યું…

આ પણ વાંચો : Arvind Kejriwal : 14 ફૂટની બેરેક, 1 ટીવી, 3 પુસ્તકો, CM કેજરીવાલની તિહાર જેલમાં પહેલી રાત….

આ પણ વાંચો : CJI ચંદ્રચુડની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘તારીખ પર તારીખ’ સિસ્ટમ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું…

Tags :
Advertisement

.