Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election Result 2024 : UP માં ભાજપને વધુ એક ઝટકો, મેનકા ગાંધી હાર્યા

Lok Sabha Election Result 2024 : લોકસભાની ચૂંટણીમાં ભાજપને જો સૌથી વધુ ઝટકો લાગ્યો હોય તો તે ઉત્તર પ્રદેશમાં છે. અહીં ભાજપ (BJP) ઘણી એવી બેઠકો પર હારી છે જેનો અંદાજો લગભગ પાર્ટીને જરા પણ નહોતો. અહીં ઘણી હાઈ પ્રોફાઈલ...
06:03 PM Jun 04, 2024 IST | Hardik Shah
Lok Sabha Election Result 2024

Lok Sabha Election Result 2024 : લોકસભાની ચૂંટણીમાં ભાજપને જો સૌથી વધુ ઝટકો લાગ્યો હોય તો તે ઉત્તર પ્રદેશમાં છે. અહીં ભાજપ (BJP) ઘણી એવી બેઠકો પર હારી છે જેનો અંદાજો લગભગ પાર્ટીને જરા પણ નહોતો. અહીં ઘણી હાઈ પ્રોફાઈલ સીટો છે. થોડા સમય પહેલા સામે આવ્યું કે, ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક (Amethi Seat) પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની (Smriti Irani) હારી ગયા છે. હવે સુલતાનપુર લોકસભા સીટ (Sultanpur Lok Sabha Seat) પરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી (BJP candidate Maneka Gandhi) ચૂંટણી હારી ગયા હોવાનું સામે આવ્યું છે.

સુલતાનપુર બેઠક પર ભાજપને ઝટકો

ઉત્તર પ્રદેશમાં ભાજપને સતત ઝટકા લાગી રહ્યા છે. સુલતાનપુર લોકસભા બેઠક પરથી મેનકા ગાંધી ચૂંટણી હારી ગયા છે જે પાર્ટી માટે ચોંકાવનારું છે. જણાવી દઇએ કે, આ લોકસભા બેઠક છેલ્લા 10 વર્ષથી ભાજપના ખાતામાં હતી, પરંતુ આ ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી છે. ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં સુલતાનપુર સીટ જીતી હતી, પરંતુ આ વખતે આ સીટ INDIA ગઠબંધન પાસે ગઈ છે. SP ના રામ ભુલનિષદે મેનકા ગાંધીને હરાવ્યા છે. તેમને 4 લાખથી વધુ વોટ મળ્યા છે. જ્યારે બીજી તરફ મેનકા ગાંધીને 3 લાખ 64 હજારથી વધુ વોટ મળ્યા છે. BSP ઉમેદવાર ઉદય વર્મા ત્રીજા સ્થાને છે, તેમને 1 લાખ 45 હજારથી વધુ વોટ મળ્યા છે. આપને જણાવી દઈએ કે INDIA એલાયન્સ ઉત્તર પ્રદેશમાં 40 સીટો પર આગળ છે. SP 34 સીટો પર અને કોંગ્રેસ 6 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 36 બેઠકો પર આગળ છે. ઉલ્લેખનીય છે કે, સુલતાનપુરમાં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. અહીં 55. 61% મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે મતદાન 0.77 ટકા ઓછું હતું. છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો પુલવામા પછી રાષ્ટ્રવાદ અને મોદી લહેર હતી, તેમ છતાં મેનકા ગાંધી આ જીત ઘણી મુશ્કેલીથી મેળવી શક્યા હતા. તે માત્ર 14 હજાર મતોથી જીતી શક્યા હતા. તેમની જીતમાં નિષાદ, કુર્મી, યાદવ અને દલિત મતદારો નિર્ણાયક હતા. આ વખતે SP એ સુલતાનપુરમાં નિષાદ કાર્ડ રમ્યું હતું.

એક્ઝિટ પોલમાં બહુમતી, પરિણામ તેનાથી વિપરિત!

જણાવી દઇએ કે, આ પરિણામો વિપક્ષ માટે સારા સમાચાર લઈને આવ્યા છે. 10 વર્ષ બાદ પહેલીવાર કોંગ્રેસ સદી તરફ આગળ વધી રહી છે જ્યારે વિપક્ષને પણ 200થી વધુ સીટો મળી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ 242 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 99 બેઠકો પર આગળ છે. સૌથી આઘાતજનક UP ના વલણો છે, જેને ભાજપ પોતાનો ગઢ માની રહી છે. અહીં અત્યાર સુધી ભાજપ માત્ર 36 સીટો પર આગળ છે, જ્યારે સમાજવાદી પાર્ટી 33 સીટો પર આગળ છે. સ્મૃતિ ઈરાની UP ની અમેઠી લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માથી હારી ગયા છે. પરિણામો પહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને જબરજસ્ત બહુમતી આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસનો દાવો છે કે તે ઓછામાં ઓછી 295 બેઠકો જીતી રહી છે. ધીમે ધીમે રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગશે. ગણતરીના સમયમાં સૌ કોઇને ખબર પડશે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે કે આ વખતે વિપક્ષી પાર્ટીઓ સાથેના INDIA ગઠબંધનથી શાસક પક્ષ માટે પડકાર ઉભો થયો છે.

આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : અમેઠીમાં કોંગ્રેસની શાનદાર જીત, સ્મૃતિ ઈરાની 1.5 લાખ મતોથી હાર્યા

આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : PM મોદીએ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા

Tags :
Gujarat FirstLok Sabha Election 2024Lok Sabha Election ResultLok Sabha Election Result 2024lok sabha election result newsLok Sabha ResultLok-Sabha-electionManeka GandhiManeka Gandhi LostManeka Gandhi NewsMenka GandhiMenka Gandhi LostresultUttar Pradesh
Next Article