ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024 : 7 મેના રોજ ગુજરાતની 25 સહીત 12 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન, જાણો સમગ્ર માહિતી...

આવતીકાલે એટલે કે 7 મી મેના રોજ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ત્રીજા તબક્કા માટે મતદાન થશે. આ તબક્કાનો ચૂંટણી (Election) પ્રચાર રવિવાર સાંજથી બંધ થઈ ગયો છે. હવે મંગળવારે દેશની 93 લોકસભા સીટો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં...
08:29 AM May 06, 2024 IST | Dhruv Parmar

આવતીકાલે એટલે કે 7 મી મેના રોજ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ત્રીજા તબક્કા માટે મતદાન થશે. આ તબક્કાનો ચૂંટણી (Election) પ્રચાર રવિવાર સાંજથી બંધ થઈ ગયો છે. હવે મંગળવારે દેશની 93 લોકસભા સીટો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં એવી ઘણી બેઠકો છે, જેના પર સૌનું ધ્યાન રહેવાનું છે. વાસ્તવમાં, આ તબક્કામાં ડિમ્પલ યાદવ, ગૃહમંત્રી અમિત શાહ, સુપ્રિયા સુલે, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા રાજકીય દિગ્ગજો મેદાનમાં છે. હવે જોવાનું એ રહે છે કે 7 મેના રોજ આ દિગ્ગજોના ભાવિ અંગે મતદારો શું નિર્ણય આપે છે. ચૂંટણી (Election) પંચની વેબસાઇટ અનુસાર ત્રીજા તબક્કામાં 1300 થી વધુ ઉમેદવારો ચૂંટણી (Election) લડી રહ્યા છે, જેમાંથી લગભગ 120 મહિલા ઉમેદવારો છે. આ તબક્કામાં ગુજરાતની મહત્તમ 25 બેઠકો પર મતદાન થવાનું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ અને ગોવાની બેઠકો પર પણ મતદાન થશે.

જાણો કયા રાજ્યમાં કઈ બેઠકો પર મતદાન...

આ દિગ્ગજોનું ભાવિ નક્કી થશે...

ઉત્તર પ્રદેશ

સપાના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરી લોકસભા સીટ પર પોતાની પકડ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જે તેણીએ તેના સસરા અને સપાના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવના અવસાન બાદ યોજાયેલી પેટાચૂંટણી (Election)માં જીતી હતી. સપાના રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ ફરી ફિરોઝાબાદ બેઠક પરથી ચૂંટણી (Election) મેદાનમાં છે. આદિત્ય યાદવ સપાનો ગઢ ગણાતી બદાઉન લોકસભા સીટથી પોતાની ચૂંટણી (Election) કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહ ત્રીજા તબક્કાની ચૂંટણી (Election)માં એટાહથી 'હેટ્રિક' નોંધાવવાની આશા રાખી રહ્યા છે. બરેલીમાં મુખ્ય મુકાબલો ભાજપના છત્રપાલ સિંહ ગંગવાર અને સપાના પ્રવીણ સિંહ એરન વચ્ચે છે. કોંગ્રેસે ફતેહપુર સીકરીથી રામનાથ સિંહ સિકરવારને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તેની સહયોગી સમાજવાદી પાર્ટીએ બાકીની નવ સંસદીય બેઠકો પરથી તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

મધ્ય પ્રદેશ

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ લગભગ 17 વર્ષ પછી વિદિશા બેઠક પરથી ચૂંટણી (Election) લડી રહ્યા છે, જેનું તેઓ અગાઉ ઘણી વખત લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. શિવરાજ કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ ભાનુ શર્મા સામે ચૂંટણી (Election) લડી રહ્યા છે. રાજગઢ સીટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ (77) બે વખતના ભાજપના સાંસદ રોડમલ નગર સામે ટકરાશે. ગુના સીટ પર યાદવ સમુદાયના મતો ચૂંટણી (Election) સંતુલનને નમાવી શકે છે અને અહીં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના યાદવેન્દ્ર સિંહ યાદવ સામે ચૂંટણી (Election) લડી રહ્યા છે.

છત્તીસગઢ

છત્તીસગઢની હાઈ-પ્રોફાઈલ રાયપુર સીટ પર ભાજપના પ્રભાવશાળી રાજ્ય મંત્રી બ્રિજમોહન અગ્રવાલનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાય સાથે થશે. કોરબામાં, ભાજપે તેના પ્રભાવશાળી મહિલા નેતા અને ભૂતપૂર્વ સાંસદ સરોજ પાંડેને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પત્ની અને કોંગ્રેસના વર્તમાન સાંસદ જ્યોત્સના મહંત સામે મેદાનમાં ઉતાર્યા છે. દુર્ગ બેઠક પર કોંગ્રેસે રાજેન્દ્ર સાહુને ભાજપના વર્તમાન સાંસદ વિજય બઘેલ સામે મેદાનમાં ઉતાર્યા છે. બિલાસપુર સીટ પર કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય તોખાન સાહુ સામે ધારાસભ્ય દેવેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાત

ગુજરાતમાંથી અગ્રણી ઉમેદવારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી, મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી અને પરશોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી સામેલ છે. ગુજરાતમાં કોંગ્રેસે ચાર વર્તમાન અને આઠ ભૂતપૂર્વ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી (Election) લડી રહી છે. કરાર હેઠળ, કોંગ્રેસને 24 બેઠકો (સુરત સહિત) મળી હતી, જ્યારે AAP ને ભાવનગર અને ભરૂચ આપવામાં આવી હતી.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની 48માંથી 11 બેઠકો જ્યાં ચૂંટણી (Election) યોજાશે તેમાં બારામતી બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સુનેત્રા પવાર (મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની) સામે ચૂંટણી (Election) લડી રહી છે. મહારાષ્ટ્રના અગ્રણી ઉમેદવારોમાં કોલ્હાપુર બેઠક પરથી કોંગ્રેસના સાહુ છત્રપતિ, સતારા બેઠક પરથી ભાજપના ઉદયનરાજે ભોસલે અને રત્નાગીરી-સિંધુદુર્ગ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળ

મુર્શિદાબાદમાં સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા મોહમ્મદ સલીમ, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અબુ તાહિર ખાન અને ભાજપના ઉમેદવાર ગૌરી શંકર વચ્ચે મુકાબલો થશે. માલદા ઉત્તર બેઠક માટે, તૃણમૂલ કોંગ્રેસે ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા અધિકારી પ્રસૂન બેનર્જીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે મુસ્તાક આલમને ટિકિટ આપી છે અને ભાજપે તેના ઉમેદવાર તરીકે ખગેન મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો : UP : અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર અડધો ડઝનથી વધુ વાહનોમાં તોડફોડ, BJP પર આરોપ

આ પણ વાંચો : Akhilesh Yadav ના રોડ શોમાં સપા સમર્થકોએ લગાવ્યા અભદ્ર નારા, મહારાણા પ્રતાપની પ્રતિમા પર પણ ચઢ્યા…

આ પણ વાંચો : Prajwal Revanna સામે ‘બ્લુ કોર્નર નોટિસ’ જારી કરવાની તૈયારી, થઇ શકે છે ધરપકડ!

Tags :
Amit ShahDigvijay SinghDIMPLE YADAVGujarati NewsIndiaJyotiraditya ScindiaLok Sabha Election 2024Lok Sabha election Third phase votingLok-Sabha-electionNationalshivraj singh chouhanthird phase of elections
Next Article