Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડિમ્પલ યાદવ અને કપિલ સિબ્બલના નામ રાજ્યસભાની બેઠક માટે નક્કી

સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે. પ્રાપ્ત જાણકારી મુજબ પક્ષ પ્રમુખ અખિલેશ યાદવે પોતાની પત્ની ડિમ્પલ યાદવને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. ડિમ્પલ ઉપરાંત દેશના જાણીતા વકીલ કપિલ સિબ્બલ અને જાવેદઅલી ખાનનું નામ પણ લીસ્ટમાં સામેલ છે. ઉલ્લેખનિય છે કે કપિલ સિબ્બલ રાજ્યસભામાંથી કોંગ્રેસના સાંસદ છે અને જાવેદઅલી ખાન અગાઉ સપામાંથી સાંસદ રહી ચુક્યા
ડિમ્પલ યાદવ અને કપિલ સિબ્બલના નામ રાજ્યસભાની બેઠક માટે નક્કી
સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે. પ્રાપ્ત જાણકારી મુજબ પક્ષ પ્રમુખ અખિલેશ યાદવે પોતાની પત્ની ડિમ્પલ યાદવને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. ડિમ્પલ ઉપરાંત દેશના જાણીતા વકીલ કપિલ સિબ્બલ અને જાવેદઅલી ખાનનું નામ પણ લીસ્ટમાં સામેલ છે. 
ઉલ્લેખનિય છે કે કપિલ સિબ્બલ રાજ્યસભામાંથી કોંગ્રેસના સાંસદ છે અને જાવેદઅલી ખાન અગાઉ સપામાંથી સાંસદ રહી ચુક્યા છે. 
રાજ્યસભાની 11 સીટ માટે 24 મેથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ રહી છે. સમાજવાદી પાર્ટી હાલત ત્રણ લોકોને રાજ્યસભામાં મોકલવાની સ્થિતીમાં છે. અત્યાર સુધી સપાના રાજ્યસભામાં 5 સાંસદો છે. જેમાં કુંવર રેવતી રમનસિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામસિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઇએ પુરો થઇ જશે. 
દેશના જાણીતા વકીલ કપિલ સિબ્બલનીની રાજ્યસભા ટર્મ પણ પુરી થવાની તૈયારીમાં છે. તેમના નામ પર અનેક અટકળો ચાલી રહી હતી પણ હવે સમાજવાદી પાર્ટી તરફથી તેમના નામની જાહેરાત થવાનું લગભગ નક્કી મનાઇ રહ્યું છે. કપિલ સિબ્બલની ગણના કોંગ્રેસના નારાજ નેતાઓના સમુહ જી-23 માં થાય છે. તેમને પણ જાણ થઇ ગઇ હતી કે કોંગ્રેસમાંથી હવે તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે નહી. સપાની લીસ્ટ પહેલા ચર્ચા એ પણ હતી કે તે ઝારખંડ મુક્તી મોર્ચાના સમર્થનમાંથી રાજ્યસભામાં જઇ શકે છે. 
ઉત્તર પ્રદેશમાં 403 ધારાસભ્ય છે જેમાં 2 સ્થાન ખાલી છે જેથી 401 ધારાસભ્ય છે. એક બેઠક માટે 36 ધારાસભ્યોનો વોટ જોઇએ. ભાજપ ગઠબંધન પાસે 273 બેઠકો છે જેમાં 7 બેઠક જીતી શકે છે જ્યારે સપા પાસે 125 ધારાસભ્યો છે જેથી 3 સીટ જીતી શકે છે. પરંતુ 11મી બેઠક માટે ભાજપ અને સપામાં ધમાસાણ મચી શકે છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            
Advertisement
Tags :
Advertisement

.