Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024: આજની રાત કતલની રાત, મતદારોને રીઝવવા માટે થશે મથામણ

Lok Sabha Election 2024: આજની રાતને કતલની રાત કહેવામાં આવે છે. કારણ કે, આજે મતદારોને રીઝવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવશે. તમારા પ્રકારના પેતરાઓનો ઉપયોગ કરીને મતદાનનો મનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. ગઈ કાલે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થઈ ગયા હતા....
lok sabha election 2024  આજની રાત કતલની રાત  મતદારોને રીઝવવા માટે થશે મથામણ

Lok Sabha Election 2024: આજની રાતને કતલની રાત કહેવામાં આવે છે. કારણ કે, આજે મતદારોને રીઝવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવશે. તમારા પ્રકારના પેતરાઓનો ઉપયોગ કરીને મતદાનનો મનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. ગઈ કાલે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થઈ ગયા હતા. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 સીટો પર મતદાન યોજાશે. નોંધનીય છે કે, સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

Advertisement

રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 સીટો પર મતદાન

આ માટે ગુજરાતમાં કુલ 50,788 મતદાન મથકો તૈયાર કરાયા છે. રાજ્યના શહેરી વિસ્તારમાં 17,275 મતદાન મથકો પર મતદાન થશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 33,513 મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યમાં 175 આદર્શ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના 24,893 મતદાન મથકો પર થી વેબ કાસ્ટિંગ થશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષ અને અપક્ષ સહિત 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ચૂંટણીમાં પુરૂષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમની સંખ્યા 247 છે, જ્યારે 19 મહિલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો અને બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા માત્ર 3 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

આવતી કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

આવતીકાલે રાજ્યમાં 4 કરોડ 97લાખ 68 હજાર 677 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.રાજ્યમાં 2 કરોડ 56 લાખ 16 હજાર 540 પૂરૂષ મતદારો અને 2 કરોડ 41 લાખ 50 હજાર 603 મહિલા મતદારોનો સમાવેશ થયો છે. ઉપરાંત રાજ્યમાં 1534 થર્ડ જેન્ડર મતદારો પણ નોંધાયેલા છે. રાજ્યમાં મતદાન માટે 50,960 બેલેટ યુનિટ તો 49,140 સીયુ યુનિટ તો 49,140 વીવીપેટ યુનિટ નો ઉપયોગ થશે અને 50 ટકા બીયુ અને સીયુ તથા 35 ટકા વીવીપેટ યુનિટ રીઝર્વ રાખવામાં આવશે.

Advertisement

ભરૂચ લોકસભા બેઠક મતદારોની દ્રષ્ટીએ સૌથી નાની બેઠક

ઉપરાંત રાજ્યમાં 17,23,353 મતદારો સાથે ભરૂચ લોકસભા બેઠક મતદારોની દ્રષ્ટીએ સૌથી નાની બેઠક છે જ્યારે વિસ્તારની દ્રષ્ટીએ 107 સ્ક્વેર કિલોમીટર અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક સૌથી નાની બેઠક છે. મતદારની દ્રષ્ટીએ સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે જ્યાં 22,23,550 મતદારો નોંધાયેલા છે. વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટી કચ્છ 21354 સ્ક્વેર કિલોમીટર લોકસભા બેઠક છે.રાજ્યમાં 100 વર્ષ થી વધુ વય ના શતાયુ મતદારો 10,036 નોંધાયેલા છે અને 18-19 વર્ષના યુવા મતદારોની સંખ્યા 12,20,438 મતદારો છે.

Advertisement

ગુજરાતમાં મહત્વના ઉમેદવારોમાં ક્યા ક્યા છે?

મતદાર ક્ષેત્રોમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. મહત્વના ઉમેદવારોમાં ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી મેદાને છે, કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પૂર્વ મંત્રી પરશોત્તમ રૂપાલા રાજકોટથી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથીથી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટણીના મેદાને છે.

આ પણ વાંચો: Polling Booth Search: મતદાન મથકનું કેન્દ્ર સરળતાથી જાણવા માટે બસ આટલું કરો…

આ પણ વાંચો: Ahmedabad : શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, જાણો શું કરાઈ છે તંત્ર દ્વારા વ્યવસ્થાઓ

આ પણ વાંચો: રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Tags :
Advertisement

.