Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.92 ટકા મતદાન...
લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે ગુજરાતની 25, ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્રની 11 અને કર્ણાટકની 14 બેઠકો સહિત કુલ 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ પછી PMએ અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ત્રીજા તબક્કા બાદ 93 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 1300 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થઈ જશે. આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (ગાંધીનગર), જ્યોતિરાદિત્ય સિંધિયા (ગુણા) અને મનસુખ માંડવિયા (પોરબંદર) સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી થવાનું છે. ત્રીજા તબક્કામાં ભાજપ માટે ઘણું દાવ પર લાગેલું છે જેણે છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં ગુજરાત, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં સ્થિત આમાંથી મોટાભાગની બેઠકો જીતી હતી. કુલ 93 બેઠકો માટે 1300 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 120 મહિલાઓ છે, જ્યારે લાયક મતદારોની સંખ્યા 11 કરોડથી વધુ છે.
93 બેઠક પર 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.92 ટકા મતદાન
- પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 49.27 ટકા મતદાન
- મહારાષ્ટ્રમાં 31.55 ટકા મતદાન
- આસામમાં 45.88 ટકા મતદાન
- બિહારમાં 36.39 ટકા મતદાન
- છત્તીસગઢમાં 46.14 ટકા મતદાન
- દાદરા નગર હવેલી-દીવમાં 39.94 ટકા મતદાન
- ગોવામાં 49.04 ટકા મતદાન
- ગુજરાતમાં 37.83 ટકા મતદાન
- કર્ણાટકમાં 41.59 ટકા મતદાન
- મધ્યપ્રદેશમાં 44.67 ટકા મતદાન
- ઉત્તરપ્રદેશમાં 38.12 ટકા મતદાન
એક જ પરિવારની 5 પેઢીએ એકસાથે મતદાન કર્યું હતું...
છત્તીસગઢના સેમલી, બલરામપુરમાં એક જ પરિવારની પાંચ પેઢીઓએ એકસાથે મતદાન કર્યું હતું.
આ પણ વાંચો : Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, 11 વાગ્યા સુધીમાં સરેરાશ 25.41 ટકા મતદાન…
આ પણ વાંચો : Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, સવારે 9 વાગ્યા સુધી 10.81 ટકા મતદાન…
આ પણ વાંચો : PM મોદીને પણ ગમ્યો પોતાનો ડાન્સ કરતો આ વીડિયો, કહ્યું- જોવાની મજા આવી… Video