Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024 Result : રાયબરેલી અને વાયનાડ, આ બે બેઠકો પર રાહુલ ગાંધી આગળ કે પાછળ?

Lok Sabha Election 2024 Result : આજે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નું પરિણામ (Result) દેશની જનતાની સામે આવી જશે. જે રીતે ગઇકાલે ટ્રેન્ડ ચાલી રહ્યો હતો તેનાથી આજે પરિણામો અલગ જોવા મળી રહ્યા છે. ઘણી બેઠકો એવી છે જ્યા...
01:17 PM Jun 04, 2024 IST | Hardik Shah
Lok Sabha Election 2024 Result

Lok Sabha Election 2024 Result : આજે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નું પરિણામ (Result) દેશની જનતાની સામે આવી જશે. જે રીતે ગઇકાલે ટ્રેન્ડ ચાલી રહ્યો હતો તેનાથી આજે પરિણામો અલગ જોવા મળી રહ્યા છે. ઘણી બેઠકો એવી છે જ્યા ભાજપ (BJP) જીતથી ઘણી દૂર જોવા મળી રહી છે. તાજેતરના વલણોની જો વાત કરીએ તો INDIA ગઠબંધન 228 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે NDA 294 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. સૌથી ચોંકાવનારા આંકડાઓ હાલમાં ઉત્તર પ્રદેશ (UP) ની સામે આવી રહ્યા છે જ્યા INDIA ગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે. તે હાલમાં 42 બેઠકો પર આગળ છે જ્યારે NDA 37 બેઠકો પર આગળ છે. અહીં રાયબરેલી સીટથી રાહુલ ગાંધી પણ આગળ ચાલી રહ્યા છે. તેટલું જ નહીં તેઓ વાયનાડ બેઠક પર પણ આગળ ચાલી રહ્યા છે.

રાયબરેલી કે વાયનાડ રાહુલ ગાંધી કઇ બેઠક પર છે આગળ? 

લોકસભા ચૂંટણીના ટ્રેન્ડમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. વલણો અનુસાર, NDA સરકાર નિશ્ચિતપણે બને તેવું લાગી રહ્યું છે, પરંતુ વિપક્ષી ગઠબંધન INDIA તેને જબરદસ્ત ટક્કર આપી રહ્યું હોય તેવું તાજેતરમાં જોવા મળી રહ્યું છે. જો આપણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠકોની વાત કરીએ તો, તેઓ રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પર સતત આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી રાયબરેલીથી 1 લાખથી વધુ મતોથી આગળ છે. જ્યારે વાયનાડમાં પણ તે જીત તરફ આગળ વધી રહ્યો છે. વાયનાડમાં તેઓ 1.5 લાખ મતોથી આગળ છે.

જેનો અર્થ છે કે જો કોઈ મોટો અપસેટ નહીં થાય તો રાહુલ બંને બેઠકો જીતશે તે લગભગ નિશ્ચિત છે. બપોરે 1 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ રાયબરેલી લોકસભા સીટ પરથી 1 લાખથી વધુ મતોથી આગળ છે. ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને હરાવીને રાહુલ ગાંધી 134303 મતોથી આગળ છે. જ્યારે વાયનાડ લોકસભા સીટની વાત કરીએ તો અહીંથી પણ રાહુલ ગાંધી આગળ છે. રાહુલ ગાંધીએ કમ્યુનિસ્ટ પાર્ટીના એની રાજાને 188514 મતોથી હરાવ્યા પાછળ કરી દીધા છે.

વર્ષ 2019 ની સરખામણીએ કોંગ્રેસ માટે આવશે સારા સમાચાર?

ઉલ્લેખનીય છે કે, હાલમાં, INDIA Alliance ભલે બહુમતીથી ઘણાં દૂર જોવા મળી રહ્યા હોય, પરંતુ કોંગ્રેસ માટે થોડીક ક્ષણોમાં ખુશની ખબરો જોવા મળશે. કારણ કે… Lok Sabha Election 2019 ના મૂકાબલે આ વર્ષે મતગણતરીમાં કોંગ્રેસની લોકસભા બેઠકો મજબૂત પકડ જોવા મળી રહી છે. જોકે Lok Sabha Election 2019 માં કોંગ્રેસ કુલ 52 બેઠકો પર ધ્વસ્ત થઈ ગઈ હતી. ત્યારે આ વખતે કોંગ્રેસનો આંકડો વધી શકે છે.

આ પણ વાંચો - Congress Lok Sabha Seat Result: વર્ષ 2014 પછી પહેલીવાર કોંગ્રેસ લોકસભા બેઠક પર 100 નો આંકડો પાર કરશે

આ પણ વાંચો - સ્મૃતિ ઈરાનીથી લઈને મેનકા ગાંધી સુધી, UP ના આ મોટા ચહેરાઓ ચૂંટણીની લડાઈમાં પાછળ…

Tags :
Congress leader Rahul GandhiLok Sabha Election 2024Lok Sabha Election 2024 resultLok Sabha Election ResultLok Sabha Election Result 2024Lok Sabha election result 2024 LIVELok-Sabha-electionNarendra Modi vs Rahul Gandhirahul-gandhiRaibareli or WaynadRaibareli or Waynad Election Result
Next Article