Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024 : રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી લડશે ચૂંટણી

Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશની અમેઠી (Amethi) અને રાયબરેલી (Raebareli) બેઠક કોંગ્રેસ (Congress) અને ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ બે બેઠકોમાંથી અમેઠીથી ગત લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માં રાહુલ ગાંધી (Rahul Gandhi)...
03:27 PM Mar 06, 2024 IST | Hardik Shah
Rahul Gandhi and Priyanka Gandhi

Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશની અમેઠી (Amethi) અને રાયબરેલી (Raebareli) બેઠક કોંગ્રેસ (Congress) અને ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ બે બેઠકોમાંથી અમેઠીથી ગત લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માં રાહુલ ગાંધી (Rahul Gandhi) સ્મૃતિ ઈરાની વિરુદ્ધ લડ્યા હતા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે માહિતી મળી રહી છે કે, અમેઠી બેઠક (Amethi Seat) પરથી આ વખતે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) લડશે. જ્યારે રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) ચૂંટણી લડી શકે છે.

રાહુલ ગાંધી અમેઠીથી લડી શકે છે Lok Sabha Election

મળી રહેલી માહિતી અનુસાર, રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી. રાહુલ ગાંધીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2024 માં કરી હતી. આ દરમિયાન તેઓ ભારે મતોથી જીત્યા હતા. જોકે, વર્ષ 2019 માં મોદી લહેર ચાલતી હોવાના કારણે તેઓ પોતાની અમેઠી બેઠક પરથી હારી ગયા હતા જ્યારે વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તાજેતરમાં તેઓ ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે અમેઠીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, રાહુલ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને ટક્કર આપશે.

પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીથી લડી શકે છે Lok Sabha Election

સુત્રોની માનીએ તો રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધી માટે આ પહેલીવાર હશે જ્યારે તેઓ લોકસભાની ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડીને ચૂંટણીના રાજકારણમાં ડેબ્યૂ કરશે. જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીની માતા સોનિયા ગાંધીએ ત્યાંથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ રાયબરેલી સીટ ખાલી પડી છે. જ્યારે કોંગ્રેસે પુષ્ટિ કરી હતી કે સોનિયા ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં રાયબરેલીથી ચૂંટણી લડવાના નથી. ત્યારથી એવી અટકળો શરૂ થઈ હતી કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ અન્ય આ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી શકે છે. આ અઠવાડિયે, આવા પોસ્ટરો રાયબરેલીમાં પણ મૂકવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસને આ પ્રતિષ્ઠિત બેઠક માટે પ્રિયંકા ગાંધી વાડ્રાને તેના ઉમેદવાર બનાવવા વિનંતી કરવામાં આવી હતી.

અમેઠીથી ભાજપે સ્મૃતિ ઈરાની બનાવ્યા ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીએ ગયા શનિવારે જ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આમાં અમેઠીનું નામ પણ સામેલ છે, જ્યાંથી ભાજપે ફરી એકવાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને તક આપી છે. જો કે હજુ સુધી રાયબરેલીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ એવી અટકળો હતી કે આ બેઠક પરથી ભાજપ મનોજ પાંડેને તક આપી શકે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

આ પણ વાંચો - Rahul gandhi: રાહુલ ગાંધીનું વડાપ્રધાન પર નિશાન, કહ્યું – PM ઈચ્છે છે કે તમે ‘જ્ય શ્રીરામ બોલો ઔર ભૂખે મર જાઓ’

આ પણ વાંચો - Lok Sabha Election પૂર્વે રાહુલ ગાંધીએ PM મોદી વિરુદ્ધ શરૂ કરી Caste પોલિટિક્સ

આ પણ વાંચો - રામ મંદિર પર Shatrughan Sinha નો બફાટ, કહ્યું – શરૂઆતમાં મોટા લોકોને આમંત્રણ આપ્યું અને હવે…

Tags :
AmethiLok Sabha Election 2024Lok Sabha ElectionsLok-Sabha-electionpolitical newsPriyanka GandhiPriyanka Gandhi SeatPriyanka Gandhi Vadra 2024 SeatRae BareliRaebareli Congress CandidateRahul Gandhi 2024 Election Seatrahul gandhi newsrahul-gandhiWayanad
Next Article