Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LOK SABHA ELECTION 2024 : ગુજરાત ફર્સ્ટની લાઈવ સ્ટુડિયો વાન હવે આપના શહેરમાં...

LOK SABHA ELECTION 2024 : લોકસભાની ચૂંટણીને રણશિંગુ વાગી ગયું છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદાવોરની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં સૌથી પહેલા રાજ્યના દરેક વિસ્તારોમાં જઈને લોકસભા ચૂંટણીનું લાઈવ કવરેજ ગુજરાત ફર્સ્ટની લાઈવ સ્ટુડિયો વાન...
lok sabha election 2024   ગુજરાત ફર્સ્ટની લાઈવ સ્ટુડિયો વાન હવે આપના શહેરમાં
Advertisement

LOK SABHA ELECTION 2024 : લોકસભાની ચૂંટણીને રણશિંગુ વાગી ગયું છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદાવોરની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં સૌથી પહેલા રાજ્યના દરેક વિસ્તારોમાં જઈને લોકસભા ચૂંટણીનું લાઈવ કવરેજ ગુજરાત ફર્સ્ટની લાઈવ સ્ટુડિયો વાન દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટની આ નવી પહેલમાં ગુજરાત ફર્સ્ટ ચેનલના એન્કર્સ અને સંવાદદાતાઓ સીધો જનતાની સાથે સંવાદ કરશે અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર લાઈવ સ્ટુડિયો વાન ગુજરાત ફર્સ્ટ દ્વારા શરૂ કરાઈ છે. તમને લોકસભાની ચૂંટણીની આરપાર તમામ ચીજોથી ગુજરાત ફર્સ્ટ અવગત રાખશે. આમ તો ગુજરાત ફર્સ્ટે છેલ્લા બે મહિના પહેલા જ લોકમત 2024 નામની શૃંખલા શરૂ કરી હતી. જેમાં લોકસભાની ચૂંટણીને અસર કરતી રાજકીય ઘટનાઓને આવરી લેવામાં આવી હતી. હજુ પણ લોકમત 2024 માં તમારા વિસ્તારની અને સમગ્ર રાજ્યની રાજકીય ગતિવિધિઓ અને તેની સાથે તેની પડનારી અસરો નો વિસ્તૃત અહેવાલ રજૂ કરાતો રહેશે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ રાજકીય નેતાઓ સાથે કરશે સીધો સંવાદ

ગુજરાત ફર્સ્ટની લાઈવ સ્ટુડિયો વાન દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં જઈને સ્થાનિક આગેવાનો અને રાજકીય નેતાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે. ગુજરાતમાં પહેલી વાર લોકસભાની ચૂંટણીનું લાઈવ સ્ટુડિયો વાન દ્વારા કવરેજ કરવામાં આવશે. જેમાં ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકોને લઈને રાજકીય ગતિવિધીઓ, સ્થાનિક આગેવાનોનો અભિપ્રાય લેવામાં આવશે, સ્થાનિક પ્રજા સાથે પણ સિધો સંવાદ થશે. આ સાથે સાથે ગુજરાત લોકસભાની 26 બેઠકોના ઉમેદવારો સાથે પણ ચર્ચાઓ કરવામાં આવશે.

લાઈવ સ્ટુડિયો વાન અત્યારે રાજ્યના તમામ શહેરમાં...

નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે દેશભરમાં પ્રચાર-પ્રસાર શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર કરી રહીં છે. તો લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ચાલતી તમામ રાજકીય ગતિવિધિઓથી તેમને અવગત રાખવા માટે ગુજરાત ફર્સ્ટની લાઈવ સ્ટુડિયો વાન અત્યારે રાજ્યના તમામ શહેરમાં ફરી રહીં છે. એક-એક પળની તમામ જાણકારી તમને તમારી ટીવી અને મોબાઈલ સ્ક્રિન પર જોવા અને વાંચવા મળશે.

ગુજરાત ફર્સ્ટ વેબસાઈટમાં પણ લોકસભાની ચૂંટણીને લગતી નાનામાં નાની ઘટના થી અવગત રહી શકશો વાંચતા રહો ગુજરાત ફર્સ્ટ વેબસાઇટ અને જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ

આ પણ વાંચો: Lok Sabha Eelection 2024 : BJP એ પ્રથમ યાદીમાં જબરદસ્ત સોશિયલ એલિમેન્ટનું રાખ્યું ધ્યાન, જાણો કેવી રીતે…

Tags :
Advertisement

Trending News

.

×