ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થશે

Lok Sabha Election 2024: આજે મતગણતરી બાદ જેની સૌ કોઈ રાહ જોઈને બેઠું તેમનો ઇન્તજાર પૂરો થવા જઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો લોકસભા સામાન્ય ચૂંટણીની આજે મતગણતરી છે. નોંધનીય છે કે, ગુજરાત ની 25 બેઠકો...
07:21 AM Jun 04, 2024 IST | VIMAL PRAJAPATI
Lok Sabha Election 2024 counting votes

Lok Sabha Election 2024: આજે મતગણતરી બાદ જેની સૌ કોઈ રાહ જોઈને બેઠું તેમનો ઇન્તજાર પૂરો થવા જઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો લોકસભા સામાન્ય ચૂંટણીની આજે મતગણતરી છે. નોંધનીય છે કે, ગુજરાત ની 25 બેઠકો માટે શરૂ મતગણતરી થવાની છે. કારણ કે, 26 બેઠકોમાંથી સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઈ હતી. આ સાથે અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ પશ્ચિમ બેઠક પર 55.45% મતદાન થયું હતું.

આ બેઠક પર કુલ મળીને 9,57,573 મતદારોએ મતદાન કર્યું હતું

નોંધનીય છે કે, આ બેઠક પર ભાજપના દિનેશ મકવાણા અને કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે જંગ જામેલો છે. આ સાથે અમદાવાદ પશ્ચિમ બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 17.10 લાખ મતદારો છે. જેમાંથી 5,26,677 પુરુષ મતદાતાઓ, 4,30,866 મહિલા મતદાતાઓ, અન્ય 30 એમ કુલ મળીને 9,57,573 મતદારોએ મતદાન કર્યું હતું. તમને જણાવી દઇએ કે, 1517 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી થવાની છે. આજે સવારે 8 વાગે મતગણતરી શરૂ થઈ જશે.

1517 મતદાન મથકો પર થયેલ મતદાનની મતગણતરી

ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી કુલ 6 ઉમેદવારોએ ચૂટણી લડી હતી. જેમાંથી કુલ 1517 મતદાન મથકો પર થયેલ મતદાનની મતગણતરી આજે થવાની છે. આ સાથે સૌથી વધુ અમરાઈવાડી અને મણિનગરમાં 18 રાઉન્ડ અને દરિયાપુરમાં સૌથી ઓછા 14 રાઉન્ડમાંમાં મતગણતરી હાથ ધરાશે. તો આ બાજું એલિસબ્રિજમાં 16 તો જમાલપુર ખાડિયામાં 15 રાઉન્ડ, દાણીલીમડા 17 અને અસારવામાં 15 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે.

લોકસભા ચૂંટણીને લઈને માહોલ જોરદાર જોવા મળ્યો હતો

આજે મતગણતરી બાદ પરિણામ જાહેર થઈ થશે કે, કોના પર મતદાતાઓ રાજી થયેલા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને માહોલ જોરદાર જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ, વલસાડ અને બનાસકાંઠા બેઠક પર વધારે રસાકસી જોવી મળી હતી. પરંતુ આજે આ તમામ બેઠકો પર નિર્ણય આવી જવાનો છે.

આ પણ વાંચો: Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ

આ પણ વાંચો:  Ahmedabad: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

આ પણ વાંચો: Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?

Tags :
Ahmedabad West seatAhmedabad West seat UPdateGUJARAT COLLEGEGujarati NewsLok Sabha Election 2024Lok Sabha Election 2024 counting votesLok Sabha Election 2024 NewsLok Sabha Election 2024 UpdateVimal PrajapatiVote Countingvotes counting
Next Article